[ad_1]
અમદાવાદ,મંગળવાર,2
નવેમ્બર,2021
અમદાવાદ પૂર્વના વિસ્તારોમાં છેલ્લા ઘણાં વર્ષોથી અનેક
સ્થળોએ વરસાદી પાણી ભરાવવાની સમસ્યા સર્જાતી હતી.આ સમસ્યાના કાયમી નિકાલ માટે તેમજ
વરસાદી પાણીને જમીનમાં ઉતારી ભૂગર્ભ જળ સ્તર ઉંચા લાવવા માટે મ્યુનિસિપલ
કોર્પોરેશન દ્વારા વિરાટનગર અને ઓઢવ વોર્ડમાં પરકોલેશન વેલ બનાવવા આયોજન કરવામાં
આવ્યું છે.પ્રતિ પરકોલેશન વેલ રુપિયા ૯૬૦૦૦૦ જેટલી રકમનો ખર્ચ કરવામાં આવશે.
આ અંગે મળતી માહિતી મુજબ, પૂર્વ અમદાવાદના ઓઢવ વોર્ડમાં આવેલા ઓઢવ ફાયર સ્ટેશન ખાતે
ફાયર સ્ટેશન શરુ કરવામાં આવ્યુ એ સમયથી દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી ભરાવવાની
સમસ્યા જોવા મળી રહી છે.આ સમસ્યાના નિકાલ માટે અત્યાર સુઘી ઘણી મોટી રકમનો ખર્ચ
કરવામાં આવ્યો હોવા છતાં આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવી શકાયુ નહોતું.આ
પરિસ્થિતિમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓઢવ ફાયર સ્ટેશનની બાજુમાં પરકોલેશન
વેલ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત ઓઢવ જી.આઈ.ડી.સી.વિસ્તારમાં પણ મ્યુનિસિપલ
કોર્પોરેશનના પૂર્વ ઝોન ઈજનેર વિભાગ તરફથી વર્ક ઓર્ડર આપી પરકોલેશન વેલ બનાવવામાં
આવનાર છે.વિરાટનગર વોર્ડમાં આવેલા સોમા ટેક્ષ્ટાઈલ્સ મિલ કમ્પાઉન્ડ વિસ્તારમાં પણ
પરકોલેશન વેલ બનાવવામાં આવશે.વિરાટનગર વોર્ડમાં પુરષોત્તમ નગર સ્કૂલ પાસે પણ
વરસાદી પાણીના સંગ્રહ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પરકોલેશન વેલ
બનાવવા અંગે આયોજન કરવામાં આવ્યું છે.આ સાથે જ વિરાટનગર વોર્ડમાં આવેલા સિનિયર
સિટીઝન ગાર્ડનની બાજુમાં પણ પૂર્વ ઝોનના ઈજનેર વિભાગ તરફથી પરકોલેશન વેલ બનાવવાની
કામગીરી સોંપવામાં આવનાર છે.વિરાટનગર વોર્ડમાં આવેલા સુમેલ-૮ પાસે પણ પરકોલેશન વેલ
બનાવવાનું આયોજન કરવામાં આવ્યુ છે.વોર્ડમાં આવેલા ત્રિકોણીય બગીચા પાસે પણ
પરકોલેશન વેલ બનાવવા અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી વર્ક ઓર્ડર આપવામાં આવનાર
છે.
મહત્વની બાબત એ છે કે,
મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોન ઈજનેર વિભાગ તરફથી આ બંને વોર્ડમાં
પરકોલેશન વેલ બનાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.૧૦ નવેમ્બર ટેન્ડર
ભરવાની છેલ્લી તારીખ છે.૧૧ નવેમ્બરના રોજ ટેન્ડર ખોલવામાં આવ્યા બાર્કામગીરી માટે
વર્ક ઓર્ડર આપવામાં આવશે.
હાથીજણ વોર્ડમાં સ્મશાનગૃહ ડેવલપ કરાશે
અમદાવાદ પૂર્વમાં આવેલા રામોલ-હાથીજણ વોર્ડમાં હાથીજણથી
વિવેકાનંદ નગર જતા ખારી નદી પાસે આવેલી ડ્રાફટ ટી.પી.સ્કીમ. નંબર-૭૬ હાથીજણ-૧ના
રીઝર્વેશન પ્લોટ નંબર-૧૨૮-૨ ખાતે આવેલા સ્મશાનગૃહને ડેવલપ કરવા રુપિયા ૩૮૩૮૯૫૨૦
જેટલી રકમનો વર્ક ઓર્ડર આપવામાં આવનાર છે.આ સ્મશાનગૃહને ડેવલપ કરવા છેલ્લા ઘણાં
સમયથી સ્થાનિકો દ્વારા મ્યુનિ.તંત્ર સમક્ષ રજુઆત કરવામાં આવતી હતી.
[ad_2]
Source link