[ad_1]
જામનગર,તા.2 નવેમ્બર 2021,મંગળવાર
જામનગર સહિત સમગ્ર દેશભરમાં કોરોના મહામારી સામે લડવા માટે 11 મહિનાથી વેક્સીનેશન અભિયાન ચાલી રહ્યું છે. ગુજરાતના અમુક શહેરો ના નાગરિકોએ 100 ટકા પ્રથમ ડોઝ લઇ લીધો છે. જામનગર શહેરની વાત કરવામાં આવે તો કોર્પોરેશનના આંકડાઓ મુજબ 4,88,996 લોકો વેક્સીન લેવા યોગ્ય છે, જે પૈકી 4,74,151 લોકો વેક્સીન લઇ ચુક્યા છે. એટલે કે શહેરમાં 96.96 ટકા લોકો કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લઇ ચુક્યા છે.
જામનગરમાં વોર્ડ મુજબ રસીકરણની વાત કરવામાં આવે તો સૌથી વધુ રસીકરણ વોર્ડ નં.14માં થયું છે અહિ 135 ટકા વેક્સીનેશન થયું છે. એટલે કે નક્કી કરેલા ધ્યેય કરતા પણ વધુ રસીકરણ થયું છે.
આ ઉપરાંત વોર્ડ નં.11, વોર્ડ નં.10, વોર્ડ નં.6, વોર્ડ નં.16, અને વોર્ડ નં.15માં 100 ટકાથી પણ વધુ રસીકરણ થયું છે.
વોર્ડ નં-5 કે જે મેયરનો વોર્ડ છે, વોર્ડ નં-11 ડેપ્યુટીમેયરનો વોર્ડ છે, અને વોર્ડ નં.14 સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો વોર્ડ છે. જેમના વોર્ડનો સમાવેશ 100 ટકા કરતાં વધારે રસિકરણ થયું હોય તે વોર્ડમાં થાય છે. તેમજ વોર્ડ નં. 8 માં 100 ટકા વેક્સીનેશનની નજીક છે. આ વોર્ડમાં હવે 1000 જેટલા લોકોએ વેક્સીનનો પ્રથમ ડોઝ લેવાનો છે.
પરંતુ વોર્ડ નં.3 અને વોર્ડ નં.13માં રસીકરણ મુદ્દે લોકોમાં જાગૃતતા લાવવાની જરૂર છે. કારણકે આ વોર્ડમાં વેક્સીન લેવા યોગ્ય 25,181 લોકો પૈકી હજુ પણ 9 હજાર લોકોએ વેક્સીન લીધી નથી. આ ઉપરાંત વોર્ડ નં.13 પણ એવું જ છે. કે જ્યાં 30,273 લોકો પૈકી હજુ સુધી 19,967 લોકોએ જ રસી લીધી છે. હજુ પણ 10 હજાર જેટલા લોકોએ રસીનો પ્રથમ ડોઝ પણ લીધો નથી. વોર્ડ નં.2માં પણ 28,891 પૈકી હજુ સુધી 8,647 લોકોએ રસીનો એક પણ ડોઝ લીધો નથી. આ વિસ્તારોના લોકોમાં જાગૃતતા આવે તે માટેના પ્રયાસો પણ હાથ ધરવાની જરૂર છે.
જામનગરમાં વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો વોર્ડ વોર્ડ.12 છે. અહિ 37,897 લોકો પૈકી હવે 3,700 લોકોએ જ વેક્સીન લેવાની બાકી છે. આ ઉપરાંત વોર્ડ નં.7 માં 7 હજાર લોકોએ અને વોર્ડ નં.4 માં 3,765 લોકોએ અને વોર્ડ નં-1માં વેક્સીન લેવા યોગ્ય લોકો પૈકી 5,535 લોકોએ વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો નથી. જો આ વોર્ડમાં રસીકરણની કામગીરી ઝડપી બનાવવામાં આવે તો એક સપ્તાહમાં જ 100 ટકા લોકો વેક્સીનનો પ્રથમ ડોઝ લઇ શકે છે. આ તમામ આંકડાઓ 16 જાન્યુઆરીથી 31 ઓક્ટોબર સુધીના છે.
[ad_2]
Source link