[ad_1]
– તહેવારોમાં ભીડ અને શરદ ઋતુને કારણે કોરોના વાયરસનો વ્યાપમાં વધારો: ડો. શીતલ મિસ્ત્રી
વડોદરા,તા.2 નવેમ્બર 2021,મંગળવાર
કોરોનાનો નવો અવતાર નાગરિકોની એન્ટીબોડી ઉપર હાવી થાય તો વધુ હોલ્ડ પકડી શકે તેવી પરિસ્થિતિ સર્જાવાની શક્યતા હોવાનું પૂર્વ નોડલ ઓફિસર ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું છે.
તેમના મંતવ્ય મુજબ વડોદરા સહિત સમગ્ર દેશમાં કોરોના પોઝિટિવ દર્દીમાં સતત વધારો થઈ રહ્યો છે જે ચિંતાજનક છે.
શરદઋતુમાં કોરોના વાયરસએ વ્યાપ વધાર્યો છે. વિદેશમાં વકરેલા કોરોનામાં વેરીએન્ટ ઓફ કર્સન અને વેરીએન્ટ ઓફ ઈન્સ્ટ્રેસ્ટના લક્ષણો જોવા મળ્યા છે. હાલમાં ચિંતાજનક મૃત્યુદર સામે આવ્યો નથી. જો કે ચિંતાની વાત એ છે કે, કોરોનાનો નવો અવતાર જો નાગરિકોની એન્ટીબોડી ઉપર હાવી થઈ જાય તો વધુ હોલ્ડ પકડી શકે છે. નવા વેરિએન્ટ સામે અગાઉ કરતાં વધુ સાવચેતી રાખવાની જરૂર છે.
વેક્સિનના પગલે કોરોના પર કાબુ મેળવી ચૂક્યા છે. પરંતુ હજુ પણ લોકોએ તકેદારી રાખવાની સખત જરૂર છે અને કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવું અનિવાર્ય બન્યું છે.
[ad_2]
Source link