[ad_1]
બાયડ,તા. 1
દિવાળીના તહેવારોની હારમાળ શરૃ થઈ ચુકી છે ત્યારે વિવિધ પ્રકારના
ફરસાણના ભાવમાં પણ તોતિંગ વધારો થયો છે. ખાદ્યતેલમાં સતત આગ ઝરતી તેજીના કારણે મઠીયા, ચોળાફળી જેવા ફરસાણમાં
પણ ૨૫ ટકા સુધીનો ભાવ વધારો થયો છે. મોઘવારીના અસહ્ય મારમાં દિવાળીના તહેવારોમાં લોકોને
ફરસાણ સહિતની અન્ય ખાવાની વસ્તુમાં કાપ મુકવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. દિવાળીમાં
માત્ર મઠીયા અને ચોળાફળીનું વેચાણ કરનારા વેપારીઓને ખાદ્યતેલમાં અસહ્ય ભાવ વધારો થતાં
૨૫ ટકા સુધીનો ભાવ વધારો કરવાની નોબત આવી છે. ચોતરફ મોઘવારીએ માઝા મુકતા દિવાળીના તહેવારો
મધ્યમવર્ગીય પરિવારો માટે ફીકકા બની રહ્યા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. ગૃહિણીઓએ
ફરસાણમાં પણ કાપ મુકવો પડશે.
દિવાળીના તહેવારો અને મઠીયા તેમજ ચોળાફળી વિનાની કલ્પના કરવી
અઘરી છે. જો કે, ખાદ્યતેલના
અસહ્ય ભાવ વધારાના કારણે મઠીયા અને ચોળાફળી
પણ મોંઘી બની છે. ચોળાફળી નું વેચાણ કરતા વેપારી કહે છે કે, ગત વર્ષ કરતાં ચોળાફળી
અને મઠીયાના ભાવમાં ચાલુ વર્ષે ૨૫ ટકાનો વધારો થયો છે. બહુ વખત ઉત્તરસંડાના મઠીયાના
એક કિલોના પેકેટ નો ભાવ રૃા.૨૨૦ થી ૨૨૫ થઈ ગયો છે. ચોળાફળીનો ભાવ પણ ૨૫ ટકા જેટલો વધયો
છે અને હાલ તેનો પણ એક કિલોનો ભાવ રૃા.૨૨૦ થી ૨૨૫ ચાલી રહ્યો છે. આ ઉપરાંત મીઠાઈ, ફરસાણની દુકાનો ઉપર
વેચાતા ચવાણા, સેવ, પુરી, શકકરપાડા,
સહિતના ફરસાણના ભાવમાં પણ ૨૫ ટકાનો વધારો થયો છે. સામાન્ય રીતે
એક ફરસાણની કિલોની સરેરાશ કિમંત રૃા.૨૦૦ ની આસપાસ હોય છે પણ ચાલુ વર્ષે એક કિલો ફરસાણનો
ભાવ રૃા.૨૨૫ સુધી પહોંચી ચુકયો છે. તેલમાં થયેલા ભાવ વધારાની સીધી અસર દિવાળીના નાસ્તા
અને ફરસાણા ઉપર જોવા મળી રહી છે. ગયા વર્ષે રૃા.૨૦૦ થી ૨૫૦ માં કિલોમાં વેચાતા વિવિધ
ફરસાણ મોંઘા બન્યા છે અને અત્યારે રૃા.૨૫૦ થી ૩૫૦ માં વેચાઈ રહ્યા છે.
દિવાળીના તહેવારોમાં ફરસાણના ભાવ ઘટશે તેવી હાલ કોઈ શકયતા જણાઈ
રહી નથી. કેમ કે, સિંગતેલ અને
કપાસીયા તેલ ઓલટાઈમ હાઈ ચાલી રહ્યા છે અને તેના ભાવમાં તોતિંગ વધારો નોંધાયેલો છે અને
ડબ્બાની સપાટી રૃા.૨૫૦૦ ને આંબી ચુકી છે. ગયા વર્ષે તેલનો ડબ્બો રૃા.૧૯૦૦ ની આસપાસ
મળતો હતોે.
[ad_2]
Source link