જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાંથી છ મહિલાઓ ગંજીપાનાનો જુગાર રમતા પકડાઇ

0
141

[ad_1]


– જામજોધપુર ટાઉનમાંથી જુગાર રમતાં બે શખ્સો પકડાયા: જ્યારે અન્ય ચાર શખ્સો ભાગી છુટ્યા

જામનગર,તા.1 નવેમ્બર 2021,સોમવાર  

જામનગરમાં શંકરટેકરી વિસ્તારમાંથી જાહેરમાં ગંજીપાનાનો જુગાર રમી રહેલી છ મહિલાને પોલીસે પકડી પાડી છે, અને રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય કબજે કરી છે. તેમજ જામજોધપુરમાં પોલીસે જાહેરમાં જુગાર રમી રહેલા બે શખ્સોને પકડી પાડયા છે, જ્યારે ચાર શખ્સો ભાગી છૂટયા હોવાથી તેઓને ફરાર જાહેર કરાયા છે.

 જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં શાસ્ત્રીનગરમાંથી જાહેરમાં સ્ટ્રીટલાઇટના અજવાળે ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલી બુધીબેન કરશનભાઈ મારિયા, જમનાબેન હંસરાજભાઈ ખીજડા, મીનાબેન મુકેશભાઈ સોનેચા, વીણાબેન દિલીપભાઈ બદીયાણી, સંતોકબેન રમેશભાઈ મેર, અને મધુબેન જેરામભાઈ વાછાણીની પોલીસે અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 13,400ની રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

લાલપુર તાલુકાના પીપરટોડા ગામમાંથી જાહેરમાં ગંજીપાનાનો જુગાર રમી રહેલા સિધ્ધરાજ સિંહ ભીખુભા જાડેજા સહિત ચાર શખ્સોને પોલીસે પકડી પાડયા છે.

આ ઉપરાંત જામજોધપુરમાં હવેલી રોડ પરથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા રાજીવ વિનુભાઈ જોશી, અને ભાર્ગવ ગીરીશભાઈ ભટ્ટ વગેરે બે શખ્સોને પકડી પાડયા છે, અને તેઓ પાસેથી રૂપિયા 67,340ની માલમતા કબજે કરી છે. ઉપરાંત જામજોધપુરના ભોગીલાલ વાછાણી, રમેશ મકવાણા, ધર્મેશ મણવર, અને મુકેશ મણવર નામના ચાર શખ્સો પોલીસને જોઈને ભાગી છૂટયા હોવાથી તેઓને ફરાર જાહેર કરાયા છે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here