[ad_1]
પાલનપુર તા.31
બનાસકાંઠા જિલ્લામાં ગુ્રપ ગ્રામ પંચાયતોમાં સમાવિષ્ટ
કેટલાક ગામડા ઓ દ્રારા પોતાની સ્વતંત્રત ગ્રામ પંચાયતોની માંગણી કરતાં સરકાર
દ્રારા બનાસકાંઠા જિલ્લાના દશ તાલુકાની ૩૧ગુ્રપ ગ્રામ પંચાયતો વિભાજન કરી વિવિધ ૪૧
જેટલા ગામોને સ્વતંત્ર ગ્રામ પંચાયતોનો દરજ્જો આપવામાં આવ્યો છે જેને લઈ અલગ ગ્રામ
પંચાયત તરીકે પસંદગી પામેલ ગામોના ગ્રામજનોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે.
બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી પૂર્વે ૧૪
તાલુકા પૈકીના ૧૦ તાલુકાની ૩૧ ગુ્રપ ગ્રામ પંચાયતોનું વિભાજન કરી વિવિધ ૪૧ ગામોને
અલગ ગ્રામ પંચાયતોનો દરજ્જો આપવામાં આવ્યો છે.જેમાં વડગામ તાલુકાની ત્રણ,થરાદ અને દિયોદર
તાલુકાની છ-છ,અમીરગઢ,દાંતા અને
સુઇગામની એક-એક, લાખણી
અને ભાભરની ત્રણ-ત્રણ,વાવ ની
પાંચ તેમજ કાંકરેજની બે મળી કુલ ૩૧ ગુ્રપ ગ્રામ પંચાયતોનું વિભાજન કરી આ ગ્રામ
પંચાયતો સમાવિષ્ટ ૪૧ ગામડાઓને અલગ સ્વતંત્રત ગ્રામ પંચાયતોનો દરજ્જો આપવામાં આવતા
આઝાદીના દાયકાઓ બાદ નાના ગામડાઓ ને અલગ ગ્રામ પંચાયતોનો લાભ મળતા આ ગામડા ઓનો
વિકાસ થવાને લઈ લોકોમાં આનંદની લાગણી છવાઈ છે.
વિભાજીત ગ્રામ પંચાયતો
– વડગામની
સિસરાણા ગ્રામ પંચાયતમાંથી સરદારપુરા,ભટવાસ, નવી સેધણી માંથી
વાસણાં, અંધારિયા
માંથી જોઈતા
– થરાદ
તાલુકો
મોરથલમાંથી થેરવાડા,રાહમાંથી
લખાપુર, મલુપુરમાંથી
વજેગઢ, કરણાસર, પડાદરા, વાધાસણા માંથી
સવરાખા,બેટલીયા
મોરિલા માંથી પઠામડા,ચાંગડા
માંથી મેઘપુરા
– દિયોદર
તાલુકો
ગોદા માંથી ઓગડપુરા
મેસરા,જાલોઢા
માંથી નવાપુરા (અ),સણાદર
માંથી સાલપુરા,ધનકવાડા
માંથી કુવારવા,ધાંડવ
માંથી ધાંડવડા, વાતમનવા
માંથી નરણા
– અમીરગઢ
તાલુકો
ડેરીમાંથી અવાળા,
અરણીવાડા
– દાંતા
તાલુકો
સેંબલપાણી માંથી બેડાપાણી, પાડલીયા અને ગુડા
– લાખણી
તાલુકો
લાલપુરમાંથી ડોડીયા,
ટરૃઆમાંથી ભીમગઢ, લાખણીમાંથી
કેસર ગેળીયા અને ભેમાજી ગેળીયા
– સુઇગામ
તાલુકો
હરસડમાંથી બોરૃં
– વાવ
તાલુકો
જાનાવાડા માંથી ઇશ્વરીયા તીર્થગામમાંથી સવપુરા, બૈયકમાંથી ભળવેલ, દેવપુરા(ત)
ચુવામાંથી ઉચપા ગંભીરપુરા,
કારેલીમાંથી ગામડી (પેટાપુરા)
– ભાભર
તાલુકો
ચેમ્બુવામાંથી ચેમ્બુવા જૂની, જાસનવાડામાંથી ખાડોસણ અને ચાતરમાંથી મેશપુરા
– કાંકરેજ
તાલુકો
ચીમનગઢમાંથી નાનજીપૂરા અને નાથપુરામાંથી કંથેરિયા
[ad_2]
Source link