Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

કોરોનાની 'કેદ'માંથી 'મુક્તિ' મળી હોય તેમ લોકો બહારગામ ફરવાની ધૂનમાં

On: October 31, 2021 9:55 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ, રવિવાર

ગુજરાતમાં છેલ્લા
૩ મહિનાથી કોરોનાથી સ્થિતિ નિયંત્રણ હેઠળ છે. ગત વર્ષે દિવાળી વખતે રોજના ૧૨૦૦થી વધુ
કેસ નોંધાઇ રહ્યા હતા અને તેની સરખામણીએ હવે દરરોજ ૨૦થી ૩૦ વચ્ચે નવા કેસ સામે આવે
છે. હાલની આ રાહતજનક સ્થિતિને પગલે જનજીવન હવે કોરોના અગાઉની સ્થિતિએ પાટે ચઢી ગયું
છે. જનજીવન હવે પૂર્વવત્ થઇ ગયું છે તે બહાર ફરવા જવાના ધસારા પરથી પણ જોઇ શકાય છે.
‘જેલ’ ની લાંબી સજા ભોગવ્યા બાદ કેદી રાહતનો શ્વાસ લેવા તત્પર હોય તેવી મુક્તિનો અહેસાસ
‘કોરોનાની કેદ’માંથી છૂટવામાંથી મેળવવા માગી રહ્યા છે. આ જ કારણે એરફેર-ખાનગી બસના
ભાડામાં બમણો વધારો થયો છે. બહાર ફરવાના સ્થળોની મોટાભાગની હોટેલ-રીસોર્ટ્સ પણ હાઉસફૂલ
થઇ ગયા છે.

અમદાવાદથી મોટાભાગના
લોકો ગુજરાત બહારના સ્થળ પર આ વખતે ફરવા માટે પસંદગી ઉતારી રહ્યા છે. જેમાં ઉત્તર પ્રદેશ,
મધ્ય પ્રદેશ, ગોવા, ઉત્તરાખંડ, નોર્થ ઈસ્ટ, જમ્મુ કાશ્મીર, રાજસ્થાનનો મુખ્યત્વે સમાવેશ
થાય છે. આ જ કારણ છે કે અમદાવાદથી જમ્મુ કાશ્મીર, ગોવા, ઉત્તરાખંડ, રાજસ્થાન જવાનું
એરફેર ચાર ગણું વધી ગયું છે. અમદાવાદ-જોધપુરનું એરફેર સામાન્ય દિવસોમાં ૩ હજાર હોય
છે તે હવે ૧૦ હજાર થઇ ગયું છે. વિદેશમાં ફરવા માટે દુબઇ, માલ્દિવ્સ હોટ ફેવરિટ છે.
અમદાવાદ-દુબઇનું વન-વે એરફેર દિવાળી દરમિયાન ૬૦ હજારથી પણ વધી ગયું છે.

આવી જ સ્થિતિ
ટ્રેનમાં છે. કોરોનાને પગલે હજુ મર્યાદિત ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. જેના કારણે
દિવાળીના એક મહિના અગાઉ મોટાભાગની ટ્રેનમાં ટિકિટ વેચાઇ ગઇ હતી અને હાલમાં કેટલીક ટ્રેનમાં
૧ હજારથી પણ વધુ લાંબુ વેઇટિંગ છે. ટ્રેનમાં વધી રહેલા ધસારાને પગલે વેસ્ટર્ન રેલવે
દ્વારા નવેમ્બર માસ માટે કેટલીક સ્પેશિયલ ટ્રેન પણ શરૃ કરવામાં આવી છે. ટ્રેન આ વખતે
મર્યાદિત છે અને તેનો ફાયદો ખાનગી બસ ઓપરેટર દ્વારા લેવામાં આવી રહ્યો છે.

ખાનગી બસના ભાડામાં
ચાર ગણાથી પણ વધુનો વધારો નોંધાયો છે. આટલું ભાડું ચૂકવવા છતાં સામે ટિકિટ મળશે કે
કેમ તેની સામે પ્રશ્નાર્થ છે. એસટી બસ પણ દિવાળીની રજાઓને લીધે પેક જઇ રહી છે. આ અંગે
એક ટૂર ઓપરેટરે જણાવ્યું કે, ‘કોરોનાને લીધે છેલ્લા બંને ઉનાળાના  વેકેશન અને ગત વર્ષના દિવાળી વેકેશનમાં લોકો ક્યાંય
બહાર ફરવા જઇ શક્યા નહોતા. આ વખતે કોરોનાના કેસ ઓછા છે અને સામે વેક્સિનેશન પણ વધ્યું
છે એટલે લોકો ફરવા માટે ઉપડી રહ્યા છે. આ વખતે ઓગસ્ટ મહિનાથી જ અમારે ત્યાં વધુ પ્રમાણમાં
ઈન્ક્વાયરી આવવાની શરૃ થઇ ગઇ હતી. ‘

મોટાભાગના લોકો
માની રહ્યા છે કે આગામી વેકેશનમાં કોરોનાના વધુ કેસ હોય અને ફરવા જવા ન પણ મળે. જેના
કારણે આ વખતે જ લોકો તક ઝડપીને ફરવા માટે ઉપડી રહ્યા છે. નિષ્ણાત ડોક્ટરોના મતે કોરોનાના
કેસ ઘટી રહ્યા હોવાથી લોકો ફરવા જવાનું પસંદ કરે તે સ્વાભાવિક છે. પરંતુ હજુ કોરોના
આપણી વચ્ચેથી ગયો નથી. દિવાળીનું વેકેશન માણતી વખતે નાનકડી બેદરકારી પણ ત્રીજી લહેરને
આમંત્રણ આપવા સમાન પુરવાર થઇ શકે છે. બહાર ફરવા જતી વખતે કોવિડ ગાઇડલાઇન્સનું પાલન
કરવામાં આવે તે વાત લોકોએ ગાંઠે બાંધી લેવી જોઇએ.

ગત વર્ષે દિવાળીની
રજા વખતે કોરોનાના કેસ

તારીખ          કેસ     મૃત્યુ

૧૪ નવેમ્બર    ૧,૧૨૪ ૦૬

૧૫ નવેમ્બર    ૧,૦૭૦ ૦૬

૧૬ નવેમ્બર    ૯૨૬   ૦૫

૧૭ નવેમ્બર    ૧,૨૮૧ ૦૭

૧૮ નવેમ્બર    ૧,૨૮૧ ૦૬

 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!