[ad_1]
જામનગર, તા. 31 ઓક્ટોબર 2021 રવિવાર
જામનગર શહેરમાં શનિવારે સાંજે કોરોનાના એકી સાથે પાંચ પોઝિટિવ કેસ સામે આવ્યા પછી પોલીસ તંત્ર પણ સક્રિય બન્યું છે અને કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તેના ભાગરૂપે લોકો માસ્ક પહેર્યા વિના બહાર ન નીકળે, તેની તકેદારી રાખવાના પગલાં ભરી રહ્યા છે.
જેના અનુસંધાને જામનગરના સીટી બી ડિવિઝનના પી.આઈ. તેમજ પી.એસ.આઇ. તથા સીટી બી ડિવિઝન ના તમામ પોલીસ સ્ટાફ દ્વારા ડી.કે.વી. કોલેજ રોડ, વિકાસ ગૃહ રોડ, જી.જી. હોસ્પિટલ રોડ, પંચવટી વિસ્તાર સહિતના એરિયામાં માસ્ક વિતરણ શરૂ કરાયું હતું.
રવિવારે સવારે 11 વાગ્યાથી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના જુદા જુદા વિસ્તારોમાં પસાર થતા રાહદારીઓ તેમજ વાહન ચાલકોને માસ્ક વિતરણ કરી ફરજિયાત પણે માસ્ક પહેર્યા વિના નહીં નીકળવા માટે ની સૂચના આપી હતી.
[ad_2]
Source link