[ad_1]
ભુજ,ગુરૃવાર
ગુજરાતમાં પોલીસને ફરજ પ્રમાણે યોગ્ય પગાર ધોરણ ગ્રેડ પે મામલે ચાલી રહેલા આંદોલનના ભાગરૃપે આજે પણ કચ્છમાં દેખાવો યોજાયા હતા. જેમાં, ભુજમાં જયુબીલી સર્કલ પાસે પોલીસ પરિવારો દ્વારા પોલીસ જિંદાબાદના નારા સાથે ચક્કાજામ કરાયો હતો. આદિપુર અને દયાપર ખાતે પણ આવેદનપત્ર પાઠવાયુ હતુ.
આદિપુરમાં પોલીસ લાઈનના ૫૦ પરિવારો દ્વારા એસ.પી.ને રજૂઆત, દયાપર ખાતે આપ પાર્ટી દ્વારા આવેદનપત્રઔપાઠવાયુ, રાપરમાં કરણી સેના દ્વારા રજૂઆત ઃ ગત રોજ જિલ્લા માથક ભુજ ઉપરાંત વિવિાધ પોલીસ માથકોમાં કર્મચારીઓ દ્વારા હાથમાં પ્લે કાર્ડ લઈને શિસ્તબધૃધ રજુઆત કરાઈ હતી. આ લડતમાં પોલીસ કર્મચારીઓના પરિવારજનો પણ આગળ આવ્યા છે જેના ભાગરૃપે આજે ભુજમાં સાંજે સુત્રોચ્ચાર સાથે જયુબિલી સર્કલ પાસે દેખાવો કરાયા હતા. છેવાડાના લખપત તાલુકાના દયાપર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર પાઠવીને રજુઆત કરાઈ હતી. જયારે પૂર્વ કચ્છના આદિપર પોલીસ પરિવારો દ્વારા પણ આવેદનપત્ર પાઠવીને ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા હતા. આદિપુરમાં પોલીસ લાઈનના ૫૦ જેટલા પરિવારના બાળકો મહિલાઓ સહિતનાઓએ જાહેર માર્ગ પર વિવિાધ માંગો સાથે સુત્રોચ્ચાર કરી એસપી કચેરીએ પહોંચ્યા હતા. બીજીતરફ, આજે રાજપુત કરણી સેના કચ્છ જિલ્લા પ્રમુખ વિરભદ્રસિંહ જાડેજાની આગેવાનીમાં કચ્છના તમામ તાલુકા માથકોએ મામલતદાર ઉપરાંત જિલ્લા કલેક્ટર સમક્ષ પોલીસને ગ્રેડ પે આપવા મામલે રજુઆત કરાઈ હતી. રાપરના રાજપુત કરણી સેના દ્વારા પોલીસ માટે અવાજ ઉઠાવાયો હતો. આજે રાપર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયુ હતુ. પ્રમુખ અરવિંદસિંહ જાડેજા સહિતનાઓ જોડાયા હતા. આજે પોલીસ અિધક્ષક પશ્ચિમ વિભાગની કચેરીએ રાષ્ટ્રીય દલિત અિધકાર મંચ-કચ્છ જિલ્લા દ્વારા હાલ ગુજરાત રાજ્ય ભરમાં ચાલી રહેલા પોલીસ મહા આંદોલનને સમાર્થન આપતાં પોલીસ અિધક્ષક સૌરભ સીંગને રજુઆત કરાઈ હતી.
[ad_2]
Source link