[ad_1]

અમદાવાદ,બુધવાર,23
માર્ચ,2022
૨૪ માર્ચના રોજ વિશ્વ ક્ષય દિવસ તરીકે મનાવવામાં આવે
છે.વડાપ્રધાન દ્વારા વર્ષ-૨૦૨૫ સુધીમાં દેશમાંથી ટી.બી.રોગ નિર્મૂલનને લઈ આહવાન
કરવામાં આવ્યું છે.અમદાવાદમાં એક વર્ષમાં ટી.બી.ના કારણે ૧૮,૨૬૬ કેસ નોંધાયા
હતા.ઉપરાંત સાદા અને હઠીલા ટી.બી.ના કારણે કુલ ૧૦૪૩ દર્દીનાં મોત થવા પામ્યા હતા.
મ્યુનિ.ના ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડોકટર તેજસ શાહની મળેલી
પ્રતિક્રીયા મુજબ,ક્ષય
નિર્મૂલન કાર્યક્રમને સફળ બનાવવા મ્યુનિ.ના ૨૫૦૦ આરોગ્ય કર્મચારી રોજ ટી.બી.ના નવા
દર્દી શોધવા ઘેરઘેર ફરે છે.વર્ષે ૧૮ હજાર દર્દીઓની સારવાર ઉપરાંત ટેસ્ટ કરવાની
કામગીરી તેમજ આ દર્દીઓના પરિવારજનોની જરૃરી તપાસ કરી સરકાર તરફથી મળતી સહાય એમના
સુધી પહોંચાડે છે.આ કામગીરી ઉપર તૈયાર કરવામાં આવેલી ડોકયુમેન્ટ્રી વિશ્વ ક્ષય
દિવસ નિમિત્તે રાજયના આરોગ્ય મંત્રી લોન્ચ કરશે.
વટવા,નરોડા,નારોલ,ઓઢવ અને કઠવાડા જીઆઈડીસી
એસોશિએશને ટીબીના દર્દીઓને સારવાર દરમ્યાન પોષણ સહાય આપવા માટે દત્તક લેવાનો
નિર્ધાર કર્યો છે.જેને મ્યુનિ.દ્વારા બિરદાવવામાં આવશે.અમદાવાદ શહેરમાં
વર્ષ-૨૦૧૯માં ૨૧,૪૫૭,વર્ષ-૨૦૨૦માં ૧૫,૦૩૪ અને
વર્ષ-૨૦૨૧માં ૧૮,૪૭૧
જેટલા ટી.બી.ના દર્દી મળી આવ્યા હતા.જેમાં પ્રાઈવેટ સેકટરના દર્દીઓનો પણ સમાવેશ
થાય છે.અમદાવાદમાં ૧૪ વર્ષ સુધીના બાળકો પણ ટી.બી.સંક્રમિત થયા હોવાનું આ રોગને લઈ
કરવામાં આવેલી સર્વેલન્સની કામગીરી દરમ્યાન બહાર આવવા પામ્યુ હતું.વર્ષ-૨૦૨૧માં ૧૪
વર્ષ સુધીના કુલ ૯૪૩ બાળક ટી.બી.સંક્રમિત હોવાનું જાણવા મળતા તેમને સારવાર આપવામાં
આવી હતી.દરમ્યાન એક વર્ષમાં આ વય જુથના ૧૮ બાળકનાં ટી.બી.ના રોગથી મોત થયા હતા.
[ad_2]
Source link






