Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

FCIમાં સંગ્રહ ખર્ચ ઘટાડવા અનાજના જથ્થાનું ઓનલાઈન ટ્રેકિંગ કરાશે

On: January 25, 2022 4:23 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

1એપ્રિલથી અમલમાં આવનારી સિસ્ટમથી ગોદામ સંચાલકો અને જાહેર વિતરણ વ્યવસ્થામાં થતી ગેરરીતિઓ પર પડદો પડશે

અમદાવાદ : અનાજ સંગ્રહ કરવા પાછળ કરવો પડતો ખર્ચ ઘટે અને તેની હેરફેર અને વિતરણની વ્યવસ્થા ઓછી ખર્ચાળ બને તે માટે સરકાર ડિજિટલ સિસ્ટમને અમલમાં મૂકીને ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ગોદામોમાં જે તે ક્ષણે ચોખા, ઘઉંનો કેટલો જથ્થો પડયો છે તેની વિગતો જાણી શકશે. પહેલી એપ્રિલ 2022થી આ નવી વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવશે.

ટાર્ગેટેડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ- જાહેર વિતરણ વ્યવસ્થા (ટીડીપીએસ) હેઠળ અનાજનું વિતરણ, હેરફેર અને સંગ્રહ ઓછો ખર્ચાળ બને તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ માટે રેશનકાર્ડના ડિજિટાઈઝેશનની, રેશનકાર્ડને આધારકાર્ડ સાથે લિન્ક કરવાની અને વાજબી ભાવની દુકાનોમાં ઇલેક્ટ્રોનિક પોઈન્ટ ઓફ સેલ ચાલુ કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

સરકારના આંકડાઓ મુજબ 23.5 કરોડ રેશનકાર્ડ છે. રેશનકાર્ડના ડિજિટાઈઝેશનની મદદથી છેલ્લા આઠથી નવ વર્ષમાં 4.74 કરોડ બોગસ રેશનકાર્ડ રદ કરી દેવામાં આવ્યા છે.  નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ કરવામાં આવેલી વ્યવસ્થા મુજબ આ તેના થકી દેશના 80 કરોડ લોકો વાજબી ભાવની દુકાનમાંથી અનાજ મેળવે છે. અત્યાર સુધી 93 ટકા રેશનકાર્ડને આધારકાર્ડ સાથે લિન્ક કરી દેવામાં આવ્યા છે. 

ઓનલાઈન સ્ટોરેજ મેનેજમેન્ટની સિસ્ટમ અનાજના વિતરણની વ્યવસ્થાનો મહત્તમ લોકોને લાભ મળે તેવી વ્યવસ્થા ઊભી કરશ. તેમ જ અનાજને સંગ્રહ કરવાનો ખર્ચ પણ ઘટાડશે. તેનાથી અનાજના વિતરણમાં થતી ગેરરીતિઓ પણ અંકુશમાં આવી જશે.

ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના કયા ગોદામમાં કેટલું અનાજ પડેલું છે અને તેનું વિતરણ કોને કરવામાં આવી રહ્યું છે તે અંગેની તમામ માહિતી તેના થકી મળતી થઈ જશે. તેમ થતાં ગોદામ સંચાલકો અને જાહેર વિતરણ વ્યવસ્થાની દુકાનના માલિકો દ્વારા આચરવામાં આવતી ગેરરીતિઓ પર પણ પડદો પડી જશે.

આ સિસ્ટમમાં દરેક રાજ્ય સરકારને પણ જોડી દેવામાં આવશે. આ સિસ્ટમ રાજ્ય સરકારના આહાર અને જાહેર વિતરણ વ્યવસ્થા વિભાગના સહયોગમાં જ તૈયાર કરવામાં આવેલી છે. તેનાથી ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન અને સ્ટેટ વેરહાઉસિંગ કોર્પોરેસનના પ્રત્યેક ગોદામમાં અન્નનો કેટલો જથ્થો પડયો છે તેની માહિતી મળી જશે.

દર વર્ષે પ્રોક્યોર-પ્રાપ્ત કરવામાં આવેલા જથ્થાના વર્ષ, તેની ક્વોલિટી અને કઈ ટ્રક થકી કેટલો માલ કયા ગોદામમાં મોકલવામાં આવેલો છે તેની વિગતો મળતી થઈ જશે. તેમ જ પ્રાપ્ત કરેલો કયો જથ્થો જે તે ક્ષણે કયા ગોદામ તરફ જઈ રહ્યો છે તેની વિગતો પણ મળી જશે.

ગુજરાત, આન્ધ્રપ્રદેશ, બિહાર, છત્તીસગઢ, હરિયાણા, કર્ણાટક, કેરળ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, પંજાબ, તામિલનાડુ, તેલંગણા,ત્રિપુરા, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળ 15મી માર્ચ 2022થી આ વ્યવસ્થાનો અમલ કરવાને મુદ્દે સહમતી આપી ચૂક્યા છે.

આ તમામ રાજ્યો ટૂંક સમયમાં આ વ્યવસ્થા સાથે જોડાઈ જશે. તેનાથી વધુમાં વધુ લોકોને આ વ્યવસ્થાનો લાભ મળતો થશે. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને રાજ્ય સરકારની એજન્સીઓ પાસે દરેક ક્ષણે પાસે 5.50થી 6.50 કરોડ ટન અનાજનો જથ્થો હોય જ છે.

સરકાર લઘુત્તમ ટેકાના ભાવથી ડાંગર અને ઘઉંની ખરીદી કરશે તો કયા ખેડૂત પાસેથી કેટલી ખરીદી કરી અને તેમની પાસે જમીન કેટલી છે તેનો રેકોર્ડ પણ આપોઆપ જ ઊભો થઈ જશે અને વધુમાં વધુ ખેડૂતો લઘુત્તમ ટેકાના ભાવની વ્યવસ્થાનો લાભ લઈ શકશે.

વેપારીઓ જૂની સિસ્ટમનો ખેડૂત તરીકે ખોટો લાભ ઊઠાવી જતાં હતા તેના પર અંકુશ આવી જવાની સંભાવના છે. જમીનના રેકોર્ડ પ્રમાણે અનાજ પ્રાપ્ત કરવાની વ્યવસ્થા પહેલી ઓક્ટોબર 2021થી અમલમાં મૂકવામાં આવેલી છે. હવે ખેડૂતોને ઓનલાઈન પેમેન્ટ કરવાની સિસ્ટમ પણ સરકાર લાવી રહી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!