Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

અમદાવાદ જિલ્લામાંથી સોમવારે કોરોનાના વધુ 80 કેસ મળ્યા

On: January 24, 2022 9:41 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ,તા.24 જાન્યુઆરી 2022,સોમવાર

અમદાવાદ જિલ્લામાં સોમવારે કોરોનાના વધુ ૮૦ કેસ મળી આવ્યા હતા. સૌથી વધુ સાણંદમાંથી ૩૬ કેસ મળ્યા હતા. દસક્રોઇમાંથી ૧૩, બાવળામાંથી ૩, દેત્રોજ, માંડલમાંથી ૧-૧, ધંધૂકામાંથી ૪, વિરમગામમાથી ૬ અને ધોળકામાંથી ૧૬ કેસ કોરોના પોઝિટીવ મળ્યા હતા. જિલ્લામાં એક્ટીવ કેસની સંખ્યા ૫૯૬ થઇ ગઇ છે. 

અમદાવાદ જિલ્લામાં રોજના ૩ હજારથી વધુ ટેસ્ટિંગ થઇ રહ્યા છે. ત્રીજી લહેરમાં જિલ્લામાં એક દિવસમાં સૌથી વધુ ૧૭૭ કેસ મળી આવ્યા છે. હવે ધીમેધીમે કેસની સંખ્યા ઓછી થઇ રહી હોવાનું જિલ્લાના અધિકારીઓ જણાવી રહ્યા છે. જિલ્લામાં હાલમાં ૩ હજાર ટેસ્ટિંગની સામે ૮૦ જેટલા કેસ મળે છે.

જિલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતિને જોતા ૧૮ વિસ્તારોને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં ફેરવી દેવાયા છે. હાલમાં કોરોના પોઝિટિવ લોકોને હોમ કર્વારન્ટાઇનમાં રખાઇ રહ્યા છે. તમામની આરોગ્યલક્ષી સ્થિતિ સુધારા પર હોવાનું જાણવા મળી રહ્યું છે.

કોરોના પોઝિટિવ દર્દીઓ કે જેઓ હોમ આઇસોલેશનમાં છે તેઓના આરોગ્યની નિયમિત પણે ચકાસણી કરવામાં આવી રહી છે. જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ ઘરે ઘરે જઇને તે દર્દીઓના આરોગ્ય અને સુધારાલક્ષી વલણો પર ધ્યાન આપી રહ્યા છે. 

જિલ્લામાં કોરોના રસીકરણનીકામગીરી ૧૦૪ ટકા પૂર્ણ થઇ છે. જેમાં ૧૫ થી ૧૮ વર્ષના બાળકોના રસીકરણમાં ૧,૦૫,૫૬૮ના ટાર્ગેટ સામે અત્યાર સુધીમાં ૮૬,૪૨૪ બાળકોને રસી મુકી દેવાઇ છે. એટલેકે બાળ રસીકરણની કામગીરી ૮૨ ટકા પૂર્ણ થઇ છે. રીસનો ત્રીજો ડોઝ એટલેકે  પ્રિકોશન ડોઝ આપવાની પણ કામગીરી ચાલી રહી છે. જેમાં ૧૯,૬૩૬ના ટાર્ગેટ સામે ૧૫,૨૧૨ લોકોને પ્રિકોશન ડોઝ આપી દેવાયો છે. આ કામગીરી ૮૦ ટકા પૂર્ણ કરાઇ છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!