[ad_1]
મહેસાણા,ડીસા,તા.1
હવામાન વિભાગની
આગાહી મુજબ ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ અને બનાસકાંઠા
જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને વહેલી સવારથી આકાશમાં
કાળાડિબાંગ વાદળો ઘેરાતા ખેડૂતો પણ ચિંતિત બન્યા હતા. ફેકાયેલા પવન સાથે કેટલાક
વિસ્તારોમાં વરસાદના અમી છાંટણા થયા હતા.જયારે ઠંડીનો ચમકારો વધી જતાં લોકોને ગરમ
વસ્ત્રો પહેરવાની ફરજ પડી હતી.
અરબી સમુદ્રમાં સર્જાયેલી લો પ્રેસર સિસ્ટમને કારણે હવામાન
વિભાગે ત્રણ દિવસના માવઠાની આગાહી કરી છે. જેના પગલે બુધવારે સવારથી જ ઉત્તર
ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને કેટલાક વિસ્તારોમાં વરસાદના છાંટા
પડયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. વાતાવરણ ધુંધળું બનતા એકાએક ઠંડીમાં વધારો જોવા
મળ્યો હતો.માવઠાની પરિસ્થિતી સર્જાતા આ પંથકના ખેડૂતોની ચિંતા વધી હતી. જો કે
અગાઉથી મળેલી ચેતવણીને કારણે તેમનો તૈયાર કૃષિપાકોનો જથ્થો પહેલાથી સલામત સ્થળે
ખસેડી લેવામાં આવતા નુકશાન અટકાવી શકાયું હતુ.ં જો કે ડીસા સહિત આજુબાજુના વિસ્તારમાં મોટા પ્રમાણમાં
બટાટા અને ઘઉંનું વાવેતરમાં અલગઅલગ
પ્રકારના રોગ આવવાની ખેડૂતોમાં ભીતિ સેવાઈ રહી છ.જેના કારણે નુકશાનની ભિતી સેવાઈ
રહી છે. કૃષિ વિજ્ઞાાન કેન્દ્રના વૈજ્ઞાાનિક
યોગેશ પવારે જણાવ્યું હતું કે,
જો વાતવરણ પલટો સર્જાય તેમજ જો વરસાદ આવે તો બટાટા, જીરા તેમજ
શાકભાજીમાં રોગ જીવાતના રોગો સામે આવશે તેમજ વાદળછાયુ વાતાવરણ હોય તો ખેડૂતોએ
પિયતના કરવી અને જો પિયત કરશે તો રોગના પ્રશ્નોમાં વધારો થશ.ે બટાટાનું જે ખેડૂતોએ વહેલું વાવેતર કર્યું છે
તે ખેડૂતોએ હાલમાં ખૂબ જ કાળજી રાખવી પડશે અને વાતાવરણ જ્યારે ખુલ્લું થાય ત્યારે
બટાટાના પાકમાં ફૂગનાશક દવાનો છંટકાવ કરવો. જેથી બટાટાના પાકમાં આવતો રોગ દૂર થશે
તેમજ જીરાની ખેતી કરતા ખેડૂતોને પણ ખૂબ જ કાળજી રાખવી પડશે કેમકે જીરામાં પણ
ચરમીના રોગો સામે આવશે. જેથી ફૂગનાશક દવાનો ઉપયોગ કરવો તેમજ જૈવિક ખેતી કરતા
ખેડૂતોને પણ જેવી જૈવિકનાશક ફૂગની દવાનો ઉપયોગ કરે જેથી પાકમાં આવતા રોગોને અટકાવી
શકાશે અને પાકમાં નુકસાન થતું અટકાવી શકાશે.
માવઠામાં ખેડૂતોને કૃષિ પાકોના માવજત માટે કાળજી રાખવી
કૃષિ વિજ્ઞાાન કેન્દ્રના વૈજ્ઞાાનિક યોગેશ પવારે જણાવ્યું હતું કે, જો વાતવરણ પલટો
સર્જાય તેમજ જો વરસાદ આવે તો બટાટા,
જીરા તેમજ શાકભાજીમાં રોગ જીવાતના રોગો સામે આવશે તેમજ વાદળછાયુ વાતાવરણ હોય
તો ખેડૂતોએ પિયતના કરવી અને જો પિયત કરશે તો રોગના પ્રશ્નોમાં વધારો થશ.ે બટાટાનું જે ખેડૂતોએ વહેલું વાવેતર કર્યું છે
તે ખેડૂતોએ હાલમાં ખૂબ જ કાળજી રાખવી પડશ
[ad_2]
Source link






