14 તારીખના રોજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ધરમપુર ના બરૂમાલ ખાતે હાજરી આપવા આવનાર છે ત્યારે એમને નમ્ર વિનંતી છે કે પ્રજા લક્ષી હિતમાં તમારી સરકાર લોકોના પ્રશ્નો દૂર કરતી આવી હોય તો ગત ચોમાસા દરમ્યાન નેશનલ હાઇવે 56 નાનાપોઢા થી ધરમપુર સુધીના માર્ગ નું સમારકામ થયું નથી ચોમાસુ પૂર્ણ થયા બાદ દિવાળી વીતી છતાં અહીં હાઇવે ઓથોરિટીઇના અધિકારી ના પેટ નું પાણી હાલતું નથી જેને કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે ખાડા ધૂળ ની ડમરીઓ થી રોજના લોકો ધરમપુર થી છેક કુરગામ ફાટક લાકડમાલ સુધીનો માર્ગ માં મસ મોટા ખાડા પડી ચુક્યા છે એક હાઇવે ઉપર આ પ્રમાણે પડેલા ખાડા એ શરમજનક કહી શકાય પરંતુ મૂળ વાત એ છે કે જ્યારે પણ કોઈ મંત્રી સંત્રી આવે ત્યારે તેમના સ્વાગત માં આવા ખાડા રાતોરાત પુરી દેવામાં આવે છે એટલે જાહેર જનતા ની માંગ છે કે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ આપ શ્રીં વલસાડ થી નહીં પરંતુ વાપી નાનાપોઢા થઈ ને ધરમપુર પધારો જેથી કરી સ્થાનિક નેતાઓ જેઓ રોજિંદા આ માર્ગ ઉપર થી જવા છતાં ધૂતરાષ્ટ્ર બની બેઠા છે એમને કમસે કમ શરમ જનકતા નો એક એહસાસ થશે અને આગામી સમય માં ચૂંટણી પણ આવી રહી છે સરપંચ ની તો એવા સમયે રોડ ખરાબ હશે તો તેની સીધી અસર મતદાન ઉપર થશે એ વાત નક્કી છે એટલે લોકો ની માંગ છે કે સી આર પાટીલ સાહેબ ધરમપુર પધારો તો વાપી નાનાપોઢા થઈ ને પધારો જેથી આપના આવવા થી રાતોરાત રોડ તો બની જશે ..અને લોકો ને અનાયાસે ફાયદો થશે …