છેલ્લા કેટલાક સમય થી કોવિડ 19 ને કારણે બંધ કરી દેવમાં આવેલ આમ્રવન નાનાપોઢા નું ઉદ્યાન બંધ હાલત માં હતું જોકે કોવિડ નિયમો દિવાળી પેહલા સુધારો થયો હોવા છતાં ઉદ્યાન બંધ હાલત માં હતું જેને પગલે આસપાસના વિસ્તાર માં કેટલાક લારી ગલ્લા વાળા ને પણ ધંધા રોજગાર ઉપર અસર પડી હતી જોકે સમગ્ર બાબતે ખબરદાર વેબ દ્વારા અહેવાલ પ્રકાશિત કરી ને જવાબદાર વિભાગ નું ધ્યાન દોરતા સમાજિક વનીકરણ વિભાગ દ્વારા આમ્રવન પર્યટકો માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે સામાન્ય દિવસોમાં સોમવારે ઉદ્યાન બંધ રહેતું હોય છે પરંતુ દિવાળી ની રજાઓ હોય અને પર્યટકોની સંખ્યા ને જોતા આજે પણ ખુલ્લું રાખવામાં આવ્યું હતું જેને લઈ પર્યટકો માં આનંદ ની લાગણી જોવા મળી રહી હતી