Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

મહી નદી ખાતે સિંધરોટ પાણી પુરવઠા પ્રોજેક્ટ ની કામગીરી પૂર્ણતાના આરે

On: February 4, 2022 9:53 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– વડોદરાના દક્ષિણ વિસ્તારને એપ્રિલ સુધીમાં 50 એમએલડી પાણીનો જથ્થો મળશે

વડોદરા, તા. 04 ફેબ્રુઆરી

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારમાં પાણીની તકલીફ દૂર થાય તે માટે સિંધરોટ ખાતે ચાલતા પ્રોજેક્ટનું કામ ઝડપથી પૂરું કરવાનું આયોજન હાથ ધર્યું છે. મહી નદીમા સિંધરોટ ખાતે ઇનટેકવેલ અને પાણીની લાઇન નાખવા તથા વડોદરા સુધી નું નેટવર્ક ઊભું કરવામાં આવી રહ્યું છે. બે મહિનામાં કામ પૂર્ણ થઇ જાય તેવી સંભાવના છે. અમૃત યોજના હેઠળ સિંધરોટ ખાતે 150 એમએલડી ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ મારફતે 16 કિલોમીટર લંબાઇમાં ટ્રાન્સમિશન લાઈન નાખી શહેર સુધી પાણી લવાશે. આ પ્રોજેક્ટ આશરે રૂપિયા 165 કરોડના ખર્ચે બની રહ્યો છે. હજી થોડા સમય અગાઉ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓએ તથા સ્થાયી સમિતિના અધ્યક્ષ એ પ્રોજેક્ટની મુલાકાત લઇ કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું.

પાણીની જે લાઇન નાખવાની છે તેમાં હવે થોડું કામ બાકી રહ્યું છે અને કામગીરી પૂરી થવામાં છે. ઇનટેકવેલ માટે 22 મીટર ઊંચું ફાઉન્ડેશન બનાવ્યું છે. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ 37 એમએલડિ ક્ષમતાના ચાર છે. પ્રથમ તબક્કામાં બે પ્લાન્ટ ચાલુ કરાશે જેનાથી દક્ષિણ વિસ્તારને હાલની 50 એમ એલ ડી.ની જે અછત  છે તે દૂર થશે. દક્ષિણ ઝોનમાં પાણીનો ખૂબ જ ગંભીર પ્રશ્ન હોવાથી તેને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટ મુકાયો છે અને એપ્રિલ સુધીમાં દક્ષિણને પાણી મળી રહેશે. દંતેશ્વર, જાંબુઆ ,અલવાનાકા તરસાલી ,માંજલપુર વગેરે વિસ્તારમાં પાણીના પ્રશ્નો છે. કોરોનાના  લીધે આ પ્રોજેક્ટ પૂર્ણ થવામાં વિલંબ થયો છે. હવે આ પ્રોજેક્ટ પૂર્ણતાના આરે છે, તેમ દક્ષિણ વિસ્તારના કોર્પોરેટરોનું કહેવું છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!