Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

મોડાસાઃ ચાણક્ય વિદ્યાલયમાં 50 જેટલા વિદ્યાર્થીઓને સોટી વડે માર મારવામાં આવતા વાલીઓમાં રોષ

On: February 4, 2022 9:26 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અરવલ્લી, તા. 04 ફેબ્રુઆરી, 2022, શુક્રવાર

મોડાસા ખાતે આવેલી ચાણક્ય શાળામાં એકસાથે 50 જેટલા વિદ્યાર્થીઓને તાલિબાની સજા આપવાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થીઓ દ્વારા તેમને ઢોર માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ કરવામાં આવી છે અને કેટલાક વિદ્યાર્થીઓના શરીરે સોટીના સોળ ઉપસી આવેલા પણ જોઈ શકાય છે. 

મોડાસા ખાતે આવેલી આ ખાનગી શાળામાં શિક્ષણના તમામ નિયમો નેવે મુકવામાં આવ્યા છે અને લાખો રૂપિયાની ફી વસૂલ્યા બાદ પણ યોગ્ય શિક્ષણ આપવાના બદલે આ પ્રકારે અશોભનીય વર્તન કરવામાં આવ્યું છે. ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે નોટ જેવી સામાન્ય બાબતને લઈને શિક્ષકે 50 જેટલા વિદ્યાર્થીઓને સોટી વડે ઢોર માર માર્યો હતો. 

આ સાથે જ શિક્ષકે વિદ્યાર્થીઓને ડરાવવા એમ પણ કહ્યું હતું કે, તમારો વીમો ઉતરાવી લેજો, હું કલેક્ટરથી પણ નથી ડરતો. આ તરફ ભોગ બનનારા વિદ્યાર્થીઓના વાલીઓએ અગાઉ પણ તેમના સંતાનોને આ પ્રકારે સજા આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું. 

એક વાલીએ કરેલા આક્ષેપ પ્રમાણે તેમના દીકરાનું માથું જાળી સાથે અફડાવ્યું હતું જેથી સિટી સ્કેન કરાવવું પડ્યું હતું. 

અરવલ્લી જિલ્લા શિક્ષણાધિકારી ગાયત્રીબેન પટેલના કહેવા પ્રમાણે આ ઘટના મામલે શાળાના સંચાલકો અને શિક્ષકની સામે તપાસ કરવામાં આવશે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. 



[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!