Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

B.Scમાં બેઠકો ખાલી રહેતા બીજા સત્રમાં પણ નવા પ્રવેશની વિચારણા

On: December 2, 2021 1:56 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ

ગુજરાત યુનિવર્સિટી
સંલગ્ન બી.એસસી કોલેજોમાં આ વર્ષે અનેક રાઉન્ડ અને અનેકવાર નવા રજિસ્ટ્રેશન બાદ પણ
૮ હજારથી વધુ બેઠકો હજુ ખાલી પડી છે.જેથી આ બેઠકો ભરાય તે માટે મેડિકલ-પેરામેડિકલ પ્રવેશ
બાદ બીજા સત્રમાં નવા પ્રવેશ આપવા વિચારણા હાથ ધરાઈ છે.જો કે યુનિવર્સિટી સત્તાવાર
જાહેરાત સત્તામંડળની મંજૂરી બાદ કરાશે.

આ વર્ષે
ધો.૧૨ સાયન્સની બોર્ડ પરીક્ષા રદ થતા માસ પ્રમોશનમાં તમામ વિદ્યાર્થીઓ પાસ થવા
છતાં પણ બીએસસીમાં બેઠકો ભરાઈ નથી.ગુજરાત યુનિ.સંલગ્ન બીએસસી કોલેજોની ૧૪ હજારથી
વધુ બેઠકોમાંથી બે ઓનલાઈન અને બે ઓફલાઈન રાઉન્ડ બાદ પણ ૬ હજાર જેટલી બેઠકો માંડ
ભરાઈ છે.કેટલીક સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં પણ બેઠકો ખાલી પડી છે.કોરોનાને
લીધે પ્રવેશ પ્રક્રિયા મોડી થવા ઉપરાંત મેડિકલ-પેરામેડિકલના પ્રવેશ દિવાળી સુધી પણ
ન થતા વિદ્યાર્થીઓ મુંઝવણમાં જ રહ્યા છે અને જેને લીધે તેની મોટી અસર બીએસસી
પ્રવેશમાં પડી છે.પ્રથમવાર બીએસસીમાં આટલી બધી બેઠકો ખાલી પડી છે.હવે ગુજરાત
યુનિ.દ્વારા બીજા સત્રમાં પણ પ્રવેશ આપવાની કવાયત હાથ ધરાશે.       નેશનલ એજ્યુકેશન પોલીસીમાં બીજા સત્રથી પણ
વિદ્યાર્થીઓને પ્રવેશ આપી જોગવાઈ છે ત્યારે બીએસસીમાં પ્રથમવાર આ પ્રયોગ કરવામા આવી
શકે છે.જેમાં બીએસસીના બીજા સત્રમાં સીધો જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દેવામા આવે.
મેડિકલ-પેરામેડિકલના પ્રવેશ બાદ ઘણા વિદ્યાર્થીઓ બીએસસીમાં આવી શકે તેવી સંભાવના
છે.પરંતુ અગાઉ જે વિદ્યાર્થીઓએ પ્રવેશ લઈ લીધા છે તેઓનું પ્રથમ સત્ર પૂર્ણ થઈ ગયા
બાદ તેઓ બીજા સત્રમાં આવે અને તેઓની સાથે નવા વિદ્યાર્થીઓ પણ બીજા સત્રમાં આવે તો
પરીક્ષાઓ પણ અલગ અલગ કરવી પડે. ઓડ-ઈવન પરીક્ષા પદ્ધતિમાં પણ ફેરફાર કરવો પડે.જો કે
હાલ ૫૦ ટકાથી વધુ બેઠકો ખાલી પડી હોવાથી બીજા સત્રમાં સીધો વિદ્યાર્થીઓને પ્રવેશ
આપી દેવાય તો બેઠકો ભરાવા સાથે વિદ્યાર્થીઓને પણ વર્ષ બચી શકે છે.આ માટે
યુનિ.મેડિકલ-પેરામેડિકલ પ્રવેશ બાદ સત્તાવાર જાહેરાત કરી શકે છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!