[ad_1]

સુરત
શ્રી રૃઘનાથ સૌરાષ્ટ્ર નાગરિક ધિરાણ સહકારી મંડળીના સભાસદોને સુરક્ષા યોજના હેઠળ વળતર ચુકવવાના નિયમમાં સુધારો કરી ક્લેઈમ ચૂકવાયો નહોતો
કોરાના કાળ દરમિયાન કુલ 44 મૃત્તક સભાસદોના પરિવારના વારસોને સભાસદ સુરક્ષા યોજના હેઠળ કરેલા વળતરની માંગને નવા નિયમનો
હવાલો આપી નકારનાર શ્રી રૃઘનાથ સૌરાષ્ટ્ર નાગરિક ધિરાણ સહકારી મંડળીને તેમના 32 સભ્યોને રૃા.2 લાખ અને 12 સભ્યોને રૃા.4 લાખ મળી કુલ રૃા.1.12 કરોડ ચૂકવવી આપવા સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમના
પ્રમુખ જજ એમ.એચ.ચૌધરી તથા સભ્ય પુર્વીબેન જોશીએ નિર્દેશ આપ્યો છે.
કતારગામ
જેરામ મોરારની વાડીમાં આવેલી શ્રી રૃઘનાથ સૌરાષ્ટ્ર નાગરિક સહકારી મંડળી દ્વારા
સભાસદ સુરક્ષા યોજના હેઠળ રૃ.500 કાપીને પ્રારંભમાં રૃ.1 લાખની યોજના અમલમાં હતી.
જેમાં વખતો વખત વધારો કરીને કુલ રૃ.4 લાખ સુધી સભાસદ સુરક્ષા યોજના હેઠળ મંડળીના
સભાસદોના મૃત્યુ પ્રસંગે તેમના વારસોને ચુકવવાનો નિયમ હતો. અલબત્ત મંડળીના નિયમમાં
કેટલાક અપવાદ પણ રાખવામાં આવ્યા હતા. જે મુજબ કુદરતી આફતો ધરતીકંપ, રેલ, વાવાઝોડું, રોગચાળો, યુધ્ધ,
બળવો, ગેસ હોનારાત કે રમખાણ માં મૃત્યુ વળતર
ચુકવવામાં આવશે નહીં. ત્યારબાદ તેમાં તા.4-9-21 ના રોજ વળતર આપાત્રતામાં સુધારો
કરવામાં આવ્યો હતો.જે મુજબ જે તે સમયગાળામાં થતાં સભાસદ સુરક્ષા યોજનામાં જોડાયેલા
કુલ સભ્યોના 10 ટકા સુધીના મરણ થવાથી આ
યોજના હેઠળ વળતરનો લાભ મેળવી શકશે.
જેથી
કોરાના કાળમાં મંડળીના કુલ 44 જેટલા સભાસદોનું કોરાનામાં મૃત્યુ થતાં તેમના
વારસદારો એ મંડળીના હોદ્દેદારો સમક્ષ સભાસદ સુરક્ષા યોજના હેઠળ વળતર વસુલ આપવા
માંગ કરી હતી.પરંતુ મંડળીના હોદ્દેદારોએ ઉપરોક્ત નિયમમાં સુધારા મુજબ વળતર
મેળવવાની પાત્રતા ધરાવતા ન હોવાનો જણાવી ક્લેઈમ નકારી કાઢતા ન્યાય માટે ગ્રાહક
કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. સુનાવણી બાદ બંને પક્ષોની રજૂઆતોને લક્ષમાં લઈને
તમામ અરજીઓને મંજુર કરી કુલ રૃ.1.12 કરોડનું વળતર તથા અરજી ખર્ચ અને હાલાકી બદલ
દરેક સભાસદના વારસોને રૃ. 1 હજાર ચુકવવા હુકમ કર્યો છે. ગ્રાહક કોર્ટે જણાવ્યું
હતું કે મંડળીએ કરેલા નિયમના સુધારો અસ્પષ્ટ હોવા ઉપરાંત તેમાં છેકછાક અને જવાબદાર
અધિકારીની કાઉન્ટર સહી પણ ન હોઈ કુદરતી ન્યાયના સિધ્ધાંત વિરુધ્ધનો છે.
[ad_2]
Source link






