Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

એજ્યુકેશન કાઉન્સિલને પાંચ વર્ષે કાર્યરત કરવા સરકારની તૈયારી

On: January 25, 2022 1:29 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ

ગુજરાત સરકાર
દ્વારા ૨૦૧૬માં વિધાનસભામાં ગુજરાત સ્ટેટ હાયર એજ્યુકેશન કાઉન્સિલ એક્ટ પસાર કર્યા
બાદ ૨૦૧૭માં વિધિવત રીતે નોટિફિકેશન જાહેર કરી દેવાયુ હતુ પરંતુ છેલ્લા પાંચ વર્ષથી
આ કાઉન્સિલ એક રીતે કાગળ પર જ છે અને હજુ સુધી કાર્યરત નથી ત્યારે સરકારે હવે પાંચ
વર્ષે કાર્યરત કરવા માટે તૈયારી શરૃ કરી છે.

ગુજરાત સ્ટેટ
હાયર એજ્યુકેશન કાઉન્સિલના પ્રેસિડેન્ટ મુખ્યમંત્રી
, વાઈસ પ્રેસિડેન્ટ શિક્ષણમંત્રી
અને કો-વાઈસ પ્રેસિડેન્ટ રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી છે.આખી સરકાર બદલાઈ ગઈ છે પરંતુ
હજુ સુધી કાઉન્સિલ  કાગળ પર જ છે.કાઉન્સિલમાં
શિક્ષણ વિભાગના  અગ્ર સચિવથી માંડી વિવિધ વિભાગના
સેક્રેટરી તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે કુલ ૧૫ મુખ્ય સભ્યો છે.જેમાં ત્રણ મંત્રીઓ
બાદ ચોથા મુખ્ય સભ્ય તરીકે એક્ઝિક્યુટિવ  કમિટીના
ચેરમેન છે.એક્ટની જોગવાઈઓ મુજબ એક્ઝિક્યુટિવ કમિટી રચવાની હોય છે અને જેના દ્વારા કાઉન્સિલનું
વિધિવત રીતે સંચાલન થાય છે.પરંતુ મહત્વની વાત એ છે કે કાઉન્સિલની એક્ઝિક્યુટિવ કમિટીના
ચેરમેન જ નિમાયા નથી.અગાઉ ઉચ્ચ શિક્ષણ વિભાગના અગ્રસચિવ જ કાર્યકારી ચેરમેન રહ્યા હતા
પરંતુ જેઓની બદલી થયા બાદ હવે નવા કાર્યકારી ચેરમેન બાબતે પણ કોઈ સ્પષ્ટતા કરાઈ નથી
ત્યારે સરકારે અગાઉ ચેરમેન ન નિમવા રચેલી ત્રણ સભ્યોની કમિટીને પણ અઢી વર્ષ થઈ ગયા
છે.

એક્ટની
જોગવાઈ મુજબ એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન નિમવા સરકારે ત્રણ શિક્ષણવિદોની કમિટી
રચવાની હોય છે ત્યારે અઢી વર્ષ પહેલા ગુજરાત યુનિ.ના કુલપતિ
,મધ્ય
ગુજરાત યુનિ.ના કુલપતિ અને સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ સહિત ત્રણ કુલપતિઓની એક કમિટી
રચાઈ હતી અને જેના ચેરમેન તે સમયે મધ્ય ગુજરાત યુનિ.ના કુલપતિ હતા જ્યારે હવે નવી કમિટીમાં ત્રણેય સભ્ય એ જ છે પરંતુ હોદ્દા બદલાતા હવે ચેરમેન ગુજરાત યુનિ.ના કુલપતિ છે. આ કમિટીએ ત્રણ નામો નક્કી કરી
સરકારને આપવાના હતા  પરંતુ ત્રણ નામો હજુ નક્કી ન થતા અઢી વર્ષ બાદ હવે સરકારે ફરી વાર ત્રણેય કુલપતિઓને કાગળ
લખીને ત્રણ નામો નક્કી કરવાની પ્રક્રિયા
શરૃ કરવા જણાવ્યુ છે.જેથી સરકારે કાઉન્સિલને વિધિવત રીતે કાર્યરત કરવા માટે હરકતમા
આવી હોય તેવુ લાગી રહ્યુ છે.

 

 

 

 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!