Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વડોદરા: નેહરુચાચા નગર પાસે છેલ્લા પાંચ દિવસથી પીવાના પાણીની લાઈનમાં ભંગાણ

On: December 1, 2021 4:21 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 01 ડિસેમ્બર 2021 બુધવાર

વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલા નેહરુચાચા નગર પાસે છેલ્લા પાંચ દિવસથી પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા વિસ્તારમાં પાણીની રેલમછેલ થવાની સાથે હજારો લીટર શુધ્ધ પાણીનો વેડફાટ થતા જાગૃત નાગરિકે તંત્ર વિરુદ્ધ આક્રોશ દર્શાવ્યો હતો.

વડોદરા શહેરમાં દિન-પ્રતિદિન પીવાના પાણીની લાઈનમાં ભંગાણ થવાની ઘટના સામે આવી રહી છે. એક તરફ પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં પીવાનું પાણી ઓછું મળવું તથા દૂષિત મળવાની બૂમો વર્ષોથી ઉઠી રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે નાગરિકો હાલાકીભર્યા દિવસો પસાર કરી રહ્યા છે. તેવામાં પડતા પર પાટુ સમાન છેલ્લા એક વર્ષથી પીવાના પાણીની લાઈનમાં ભંગાણનો સિલસિલો ચિંતાજનક બન્યો છે. 

પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા સમારકામ ના થાય ત્યાં સુધી લોકોને પીવાનું પાણી મળતું નથી. પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર શુદ્ધ પાણીનો વેડફાટ થાય છે. પરિણામે નગરજનોને હાલાકી ભોગવવી સાથે પાલિકાને પણ આર્થિક નુકસાન ભોગવવું પડે છે. 

આ પરિસ્થિતિ વચ્ચે શહેરના આજવા રોડ ઉપર કમલાનગર તળાવની પાછળના ભાગે આવેલા ચાચા નહેરુ નગર પાસે છેલ્લા પાંચ દિવસથી પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા વિસ્તારમાં પાણીની રેલમછેલ સાથે કિચડનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. સાથોસાથ હજારો લિટર શુદ્ધ પાણી ગટરમાં વહી જતાં શિવસેના અગ્રણી તેજસ બ્રહ્મભટ્ટે નિંદ્રાધીન પાલિકા વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!