Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જામનગરઃ કાલાવાડમાં કાર પલટી ખાતા પતિની સામે જ પત્નીનું મોત નિપજ્યુ

On: November 29, 2021 8:46 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

જામનગર, તા. 29 નવેમ્બર 2021 સોમવાર

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાના વડાળા ગામના પાટિયા પાસે એક ગાયઆડી ઉતરતાં કાર પલટી મારી ગઇ હોવાથી કારમાં બેઠેલું દંપતી ખંડિત થયું છે. રાજકોટનું વિપ્ર દંપત્તિ જામકંડોરણામાં લગ્ન પ્રસંગ પૂર્ણ કરીને રાજકોટ પરત ફરી રહ્યું હતું, તે દરમિયાન સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પત્નીનું પોતાના પતિની નજર સમક્ષ જ કમકમાટીભર્યુ મૃત્યુ નિપજયું છે. જ્યારે પતિ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.

રાજકોટમાં હનુમાન મઢી ચોક છોટુ નગર શેરી નંબર ત્રણ માં રહેતા નયનકુમાર પંડ્યા (ઉંમર વર્ષ 65) અને તેમના પત્ની રીટાબેન નયનકુમાર (60) કે જે વયોવૃદ્ધ દંપતી ગઈ કાલે સવારે રાજકોટ થી પોતાની જી.જે.-3  ડી.એમ. 2545 નંબરની કાર લઈને જામકંડોરણામાં તેમના કુટુંબીને ત્યાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા, અને નયનકુમાર કાર ચલાવતા હતા.

તેઓ લગ્ન પ્રસંગ પૂર્ણ કરીને ગઈકાલે બપોરે બે વાગ્યાના અરસામાં જામકંડોરણા થી પરત રાજકોટ આવવા માટે નીકળ્યા હતા, જે દરમિયાન તેઓની કાર કાલાવડ તાલુકાના નાના વડાળા ગામના પાટિયા પાસે પહોંચતા રસ્તામાં એક ગાય આડી ઉતરી હોવાથી તેને બચાવવા જતાં કાર રોડથી નીચે ઉતરીને પલટી મારી ગઇ હતી.

જે ગમખ્વાર અકસ્માતમાં કારની અંદર બેઠેલા રીટાબેન ને ગંભીર ઈજા થઈ હોવાથી પોતાના પતિની નજર સમક્ષ જ ઘટના સ્થળે કમકમાટીભર્યુ મૃત્યુ નિપજયું હતું.આ ઉપરાંત નયનભાઈ પંડ્યાને પણ ગંભીર પ્રકારની ઈજા થઈ હોવાથી 108ની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ અકસ્માતના બનાવ અંગે મૃતકના સંબંધી નિલેશભાઈ મનહરલાલ જોશીએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે દોડી જઇ રીટાબેનના મૃતદેહનો કબ્જો સંભાળ્યો છે, અને પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવને લઇને મૃતકના પરિવાર માં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!