Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

અમદાવાદ જિલ્લામાં 12 થી 14 વર્ષના 24,642 બાળકોને કોરોનાની રસી અપાઇ

On: March 24, 2022 5:03 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ,તા.23 માર્ચ 2022, બુધવાર

અમદાવાદ જિલ્લામાં છેલ્લા ૧૦ દિવસથી એકપણ કોરોના સંક્રમણનો કેસ નોંધાયો નથી. જેને લઇને આરોગ્ય વિભાગમાં હાશકારાની લાગણી ઉભી થઇ છે. લોકો માટે પણ એક સારો સંકેત છે, જિલ્લામાં ૧૨ થી ૧૪ વર્ષના બાળકોનું રસીકરણ પુરજોશમાં ચાલી રહ્યું છે. જિલ્લામાં ૭૨,૨૯૧ બાળકોના ટાર્ગેટ સામે અત્યાર સુધીમાં ૨૨,૭૧૬ બાળકોને રસી મૂકી દેવામાં આવી છે. જ્યારે ૧૫ થી ૧૭ વર્ષના બાળકના ફસ્ટ ડોઝની ૬૦ ટકા તેમજ સેકન્ડ ડોઝની ૯૭ ટકા કામગીરી પુરી થઇ ગઇ છે.

રાજ્યભરમાં અમદાવાદ જિલ્લામાં થયેલી વેક્શિનેશનની કામગીરીએ કોરોના સંક્રમણને કાબૂ કરવામાં મહત્વની ભુમિકા ભજવી છે. છેલ્લા ૧૦ દિવસથી કોરોનાનો એકપણ કેસ જિલ્લામાં જોવા મળ્યો નથી. રસીકરણની કામગીરી ચાલુ છે અને તેના અંતિમ તબક્કામાં છે. તેવામાં રસીકરણની સાથે કોરોના પ્રોટોકોલનું પણ પાલન કરતા રહેવું જોઇએ. 

માસ્ક, સેનેટાઇઝર, વારંવાર હાથ ધોવા અને ભીડ વાળી જગ્યાએ જવાનું ટાળવું સહિતના નિયમોનું પાલન કરવું જરૂરી છે. આ અંગે જિલ્લા રસીકરણ અધિકારી ડૉ.ગૌતમ નાયકના જણાવ્યા મુજબ જિલ્લામાં અત્યાર સુધીમાં ૨,૯૮,૮,૧૬૭ રસીના ડોઝ આપી દેવાયા છે. જિલ્લામાં ૧૮ પ્લસ ઉંમગરવાળી વ્યક્તિના રસીકરણની કામગીરી પુરી થઇ ગઇ છે. પ્રથમ ડોઝમાં ટાર્ગેટ કરતા ૧૧૫ ટકા અને બીજા ડોઝમાં ૧૨૨ ટકા કામગીરી કરવામાં આવી છે.

૧૮ વર્ષથી મોટી ઉંમરવાળાઓમાં ૧૩,૬૧,૩૫૫ લોકોને પ્રથમ રસીના ડોઝ અપાયા છે. જ્યારે ૧૪,૪૩,૭૦૬ લોકોને બીજી રસીના ડોઝ અપાયા છે. જિલ્લા સિવાયની પણ બહારની વ્યક્તિને દરેક સેન્ટરમાં રસી અપાઇ રહી છે. ૧૫ થી ૧૭ વર્ષના ૧,૦૪,૨૦૫ બાળકોમાંથી અત્યાર સુધીમાં ૬૨,૯૦૬ બાળકોને પ્રથમ રસી અને ૫૩,૭૪૮ બાળકોને બીજી રસી મૂકી દેવાઇ છે. 

પ્રિકોશન ડોઝ એટલેકે ત્રીજી રસીની વાત કરીએ તો કુલ ૭૧,૯૦૨ લોકોના ટાર્ગેટ સામે ૪૧,૮૧૦ લોકોને ત્રીજી રસીનો ડોઝ આપી દેવાયો છે. જિલ્લા આરોગ્ય વિભાગની સતત રસીકરણની ઝૂંબેશે જિલ્લામાંથી કોરોનાને લગભગ નાબૂદ કરી દીધો છે. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!