[ad_1]

અમદાવાદ,બુધવાર,23 માર્ચ,2022
અમદાવાદ મ્યુનિ.દ્વારા બાકી મિલકતવેરાની વસુલાત માટે વિવિધ
ઝોનમાં જે કરદાતાઓ મિલકતવેરો ભરપાઈ કરતા નથી એમની મિલકત સીલ કરી વેરાની વસુલાત
કરવામાં આવી રહી છે.
પૂર્વ ઝોનમાં આવેલા દેવ માણેક,પુષ્પમ એસ્ટેટ, રામદેવ એસ્ટેટ, સવધરીયા એસ્ટેટ, નાતાલવાલાની ચાલી, શિરોમણી
કોમ્પલેકસ, સારથી
એસ્ટેટ,રાધેશ્યામ
એસ્ટેટ, મુકિતધામ
એસ્ટેટ, બંધેજ
ફાર્મ સહિતની કુલ ૧૪૪ મિલકત ટેકસ વિભાગ દ્વારા બાકી મિલકત વેરાની વસુલાત માટે સીલ
કરવામાં આવી હતી.
ઉત્તરઝોનમાં એક દિવસમાં કુલ ૫૬ મિલકત બાકી વેરાની વસુલાત
માટે સીલ કરવામાં આવી હતી.જે મિલકત સીલ કરવામાં આવી છે એમાં તૃપ્તિ એસ્ટેટ, રાજકુમાર મીલ
એસ્ટેટ, પુષ્પ
એસ્ટેટ, અવધેશ
પાર્ક, મારૃતી
એસ્ટેટ, પુષ્પરાજ,અમર એસ્ટેટ
સહિતની મિલકતનો સમાવેશ થાય છે.
દક્ષિણ ઝોનમાં એક દિવસમાં ૪૯ એસ્ટેટ જયારે મધ્યઝોનમાં ૩૯
મિલકત બાકી મિલકતવેરાની વસુલાત માટે સીલ કરવામાં આવી હોવાનું મ્યુનિ.ના ટેકસ
વિભાગના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.૩૧
માર્ચ પહેલા મ્યુનિ.ને મિલકતવેરાની આવક પેટે ૧૧૩૦ કરોડની આવક થવાનો લક્ષ્યાંક
સિધ્ધ કરવાનો હોવાથી આવનારા દિવસોમાં બાકી મિલકતવેરો ભરપાઈ ના કરનારાઓની મિલકત સીલ
કરવાની કાર્યવાહી વધુ ઝડપી બનાવાશે.
[ad_2]
Source link






