[ad_1]

– હોળી-ધૂળેટીના તહેવારમાં યાત્રિકોના ધસારાને પહોંચી વળવા
– 4 જોડી ટ્રેનમાં હંગામી ધોરણે સ્લીપર કોચ લાગેલો રહેશે
હોળી-ધૂળેટીના તહેવારો દરમિયાન મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર રેલવે ડિવિઝનની ચાર જોડી ટ્રેનમાં હંગામી ધોરણે વધારાનો સ્લીપર કોચ ઉમેરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આજે તા.૧-૩થી ભાવનગરથી ઉપડતી બાંદ્રા ટ્રેનમાં આગામી ૧૫મી સુધી વધારાનો સ્લીપર કોચ જોડી દેવામાં આવ્યો છે. જ્યારે બાંદ્રા ટર્મિનસથી ભાવનગર માટે ઉપડતી ટ્રેનમાં તા.૪-૩થી તા.૧૮-૩ સુધી આ વધારાનો કોચ જોડાયેલો રહેશે. આ ઉપરાંત પોરબંદર-દિલ્હી સરાઈ રોહિલ્લા-પોરબંદર ટ્રેનમાં એક વધારાનો સ્લીપર કોચ પોરબંદરથી દર મંગળવાર અને શનિવારે તા.૧-૩થી તા.૨૯-૩ સુધી અને દિલ્હી સરાય રોહિલાથી દર સોમવાર અને ગુરૂવારે તા.૩-૩ થી તા.૩૧-૩ સુધી તેમજ પોરબંદર-મુઝફ્ફરપુર-પોરબંદર ટ્રેનમાં એક વધારાના સ્લીપર કોચ દર ગુરૂવાર અને શુક્રવારે પોરબંદરથી તા.૪-૩ થી તા.૩૧-૩ સુધી (તા.૧૧-૩ સિવાય) અને મુઝફ્ફરપુરથી દર રવિવાર અને સોમવારે તા.૭-૩થી તા.૪-૪ સુધી (તા.૧૩-૩ સિવાય) અને બાંદ્રા-વેરાવળ-બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાના સ્લીપર કોચ બાંદ્રા ટમનસથી દરરોજ તા.૨-૩થી તા.૧૬-૩ સુધી અને તા.૩-૩થી તા.૧૭-૩ સુધી લગાવવામાં આવશે તેમ ભાવનગર રેલવેના સૂત્રોએ જણાવ્યું છે.
[ad_2]
Source link






