જામનગરના એક નિવૃત્ત આર્મીમેનની હથિયાર સાથે અટકાયત: 2013 ની સાલથી લાયસન્સ રીન્યુ નહીં કરાવતાં એસ.ઓ.જી.એ ગુન્હો નોંધ્યો

On: February 4, 2022 2:16 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

જામનગર : જામનગરમાં બાલાજી પાર્ક વિસ્તારમાં રહેતા એક નિવૃત્ત આર્મીમેનની પોલીસે હથિયાર ધારા ભંગ બદલ અટકાયત કરી લઈ હથીયાર (ગન) કબજે કર્યું છે. ૨૦૧૩ ની સાલથી હથિયાર લાયસન્સ રીન્યુ કરાવ્યું ન હોવાથી હથિયાર ધારા ભંગ બદલ તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

એસ.ઓ.જી.શાખાની આ કાર્યવાહી અંગેની વિગતો જાણવા મળ્યા મુજબ જામનગરના બાલાજી પાર્ટ-૨ વિસ્તારમાં રહેતા નિવૃત્ત આર્મીમેન ધર્મેન્દ્રસિંહ ઘોઘુભા જાડેજા કે જેઓએ જમ્મુ કાશ્મીર માથી પોતાની જે તે વખતેની ફરજ દરમિયાન બાર બોરની ડબલ બેરલ વાળી ગન મેળવી હતી, અને તેનું લાયસન્સ મેળવ્યું હતું.

જે લાયસન્સની મુદત ૨૦૧૩ની સાલમાં પૂર્ણ થઇ ગઇ હતી, તેમ છતાં તેઓએ પોતાના હથિયારનું લાયસન્સ રીન્યુ કરાવ્યું ન હતું. જે અંગેની જાણકારી એસ.ઓ.જી. શાખાને મળતાં તેઓએ નિવૃત આર્મીમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા ને એસ.ઓ.જી.ની કચેરીએ બોલાવીને ખરાઇ કરી હતી.

જેમાં પોતે લાયસન્સ રીન્યુ કરાવ્યા વિના ગેરકાયદેસર રીતે હથિયાર ધારણ કરીને ફરતા હતા. આથી એસ.ઓ.જી શાખાએ હથિયાર કબજે કરી લીધું છે, અને તેઓ સામે હથિયાર ધારા ભંગ અંગેની ફરિયાદ નોંધાવી છે, અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!