Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

મહેસાણાના વયોવૃધ્ધ અને વડનગરની નર્સિંગ વિદ્યાર્થિની કોરોનાની ઝપટે ચડયાં

On: January 2, 2022 5:26 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

મહેસાણા,
તા.01

મહેસાણા જિલ્લામાં કોરોનાના દર્દીઓમાં ચિંતાજનક વધારો થઈ
રહ્યો છે. તેના લીધે આરોગ્ય તંત્રના બાબુઓની ઊંઘ 
ઊડી ગઈ છે. જિલ્લામાં ગઈકાલે કુલ ૧૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ આજે
શનિવારે વધુ બે કોરોના કેસ આવ્યા હતા. જેમાં મહેસાણાના વયોવૃધ્ધ અને વડનગર
હોસ્પિટલની નર્સિંગ વિદ્યાર્થિનીનો સમાવેશ થાય છે. હાલમાં જિલ્લામાં એક્ટિવ કેસ ૧૭
નોંધાયા છે. આજે એક દર્દીને રજા આપવામાં આવી હતી. જ્યારે ૨૬૯૨ સેમ્પલનું રીઝલ્ટ
પેન્ડિંગ હોવાનું આરોગ્ય ખાતાની યાદીમાં જણાવાયું છે.

મહેસાણા શહેરના હીંગળાજ રોડ પર રહેતાં ૭૨ વર્ષીય વૃધ્ધનો
કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. તેની જાણ થતાં કોરોનાગ્રસ્ત વયોવૃધ્ધને
હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જાણવા મળ્યા મુજબ ૭૨ વર્ષીય
વૃધ્ધ મુંબઈ જઈને પરત આવ્યા બાદ તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જ્યારે
વડનગર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો કોરોના ટેસ્ટ
પોઝિટિવ આવ્યો હતો. આમ
, આજે
શનિવારે મહેસાણા અને વડનગર અર્બન વિસ્તારમાં બે કોરોનાના દર્દી નોંધાયા હતા. જે
બન્નેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા
મળ્યું હતુ. જો કે
, કોરોના
પોઝિટિવના દર્દીઓની ટ્રાવેલ હીસ્ટ્રી જણાવવા મુદ્દે  મૌન રહેવાનું મુનાસિબ માનતાં મુખ્ય જિલ્લા
આરોગ્ય અધિકારી ફોન ઉપાડવામાં કંજૂસાઈ કરતાં હોય છે. ઉલ્લેખનીય છે કે
, જિલ્લામાં અત્યાર
સુધીમાં ૩૨૯૯૧૬ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી ૩૨૬૯૮૮ સેમ્પલ નેગેટીવ આવ્યાં
હતા. જ્યારે આજે ૨૮૫૭ સેમ્પલનું રીઝલ્ટ આવ્યું હતુ. જેમાં ૨૮૫૬ સેમ્પલનું નેગેટીવ
અને બે સેમ્પલનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. આજે વધુ એક દર્દીને હોસ્પિટલમાંથી રજા
આપવામાં આવી હતી. હાલમાં એક્ટીવ કેસ ૧૭ નોંધાયા છે. આજે ૧૬૯ આરટીપીસીઆર ટેસ્ટ  અને એન્ટીજન ટેસ્ટ-૮ તેમજ અત્યાર સુધીમાં ૪૭૪૮
આરટીપીસીઆર અને ૨૨૪ એન્ટીજન ટેસ્ટ લેવાયા છે. જે તમામ નેગેટીવ આવ્યા છે. જ્યારે
આજે જિલ્લામાં કુલ ૨૬૯૨ સેમ્પલ લેવામાં આવ્યાં હતા. જેનું રીઝલ્ટ પેન્ડિંગ હોવાનું
અખબારી યાદીમાં જણાવાયું છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!