Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

માલપુર ગામના ૫૬ વર્ષિય પુરૂષને કોરોના : અરવલ્લીમાં બે એકિટવ કેસ

On: December 31, 2021 4:22 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

મોડાસા,તા. 30

અરવલ્લી જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસથી સંક્રમીત
એવા બે દર્દી નોંધાતાં તંત્રની ઘોર બેદરકારીથી ત્રીજી લહેરની સંભાવનાઓ વ્યક્ત કરાઈ
હતી. જોકે આ બે રેપીડ પોઝીટીવ દર્દીઓ પૈકી ૪૦ વર્ષિય મહિલાનું તો સારવાર દરમ્યાન મોત
નીપજયું હતું.જયારે માલપુરના અગ્રણીને કોરોનાના લક્ષણો જણાતાં જ તાબડતોડ મોડાસાની કોવીડ
હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. 

અરવલ્લી જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલા ૨ પોઝીટીવ કેસ
જોતાં જણાઈ રહયું છે. અરવલ્લી જિલ્લાના પડોશી એવા મહિસાગર
,ખેડા અને સાબરકાંઠા
જિલ્લામાં પણ છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાનું સંક્રમણ વકર્યું છે.ખેડા જિલ્લામાં ૨૧
, મહિસાગરમાં અને સાબરકાંઠામાં
ત્રણ-ત્રણ પોઝીટીવ જયારે ખેડામાં ૦૬ અને મહેસાણા જિલ્લામાં ૦૪ ઓમિક્રોન પોઝીટીવ કેસ
નોંધાયા હોવાનું રાજય આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાઈ રહયું છે.ત્યારે બુધવારના રોજ
માલપુર ગામના અગ્રણી અને મંડપ ડેકોરેશનના વ્યવસાય સાથે જોડાયેલા ૫૬ વર્ષિય અગ્રણીનો
રેપીડ એન્ટીજન ટેસ્ટ પોઝીટીવ જણાતાં તાબડતોડ મોડાસા ખાતેની કોવીડ-૧૯ હોસ્પિટલમાં સારવાર
અર્થે દાખલ કરાયા હતા.

જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના પોઝિટિવના બે કેસ નોંધાતાં
ફફડાટ ફેલાયો હતો.અને રોગને શરૂઆતમાં જ ડામી દેવા તંત્ર દ્વારા કોરોના ગાઈડ લાઈનનું
સંપૂર્ણ પાલન કરાવાય
, ઉજવણીઓ, મેળાવડા, યાત્રાઓ ઉપર રોક લગાવાય
તેવી માંગ ઉઠી હતી. આરોગ્ય વિભાગની યાદીમાં જણાવ્યા મુજબ આ કોરોનાગ્રસ્ત દર્દીને તાજેતરમાં
જ ડાકોરનો પ્રવાસ કર્યો હતો. હાલ આ દર્દીને જરૂરી સારવાર પૂરી પડાઈ રહી છે. અને તેઓનો
આરટીપીસીઆર ટેસ્ટ કરાવી આ ટેસ્ટ પોઝિટિવ જણાશે તો વધુ એક સેમ્પલ ગાંધીનગર ખાતે મોકલવામાં
આવશે તેમ જણાવાયું હતું.

સંક્રમિત વિસ્તારોમાં બે સ્થળ કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા

અરવલ્લી જિલ્લામાં કોરોનાના સંક્રમણે માથું ઉંચકતાં આરોગ્ય તંત્ર
દોડતું થયું છે. સંક્રમિત વિસ્તારોમાં તાબડતોબ સર્વેલન્સની કામગીરી શરૂરુ કરવામાં આવી
છે. જિલ્લા આરોગ્ય વિભાગના ઈ.એમ.ઓ. ર્ડા.પ્રવિણ ડામોરે જણાવ્યું કે સંક્રમણની સ્થિતિને
ધ્યાનમાં રાખી ૮ ધનવંતરી રથ શરૂ કરવામાં આવ્યા છે. જ્યારે બાયડ તાલુકાના પાતેળા અને
માલપુર તાલુકામાંથી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેથી બે સ્થળ કન્ટેન્ટમેન્ટ ઝોન
જાહેર કરાયા છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!