વડોદરા કોર્પોરેશન દ્વારા રોડના ખાડા પર પેચ વર્કનું કામ ધમધોકાર શરૂ કરાયું

0
352

[ad_1]


– ખાડાના પુરાણમાં બે કરોડનો 7150 ટન ડામરનો માલ વપરાઈ ગયો

વડોદરા,તા.1 નવેમ્બર 2021,સોમવાર

વડોદરામાં ચોમાસા દરમિયાન જળબંબાકારથી અને દિવસો સુધી રોડ પર પાણીનો ભરાવો રહેવાની સ્થિતિને કારણે રોડ પરથી ડામર અને કપચી ઉખડી જતાં ખાડા અને ગાબડા પડી ગયા હતા. જેના કારણે વડોદરા ખાતે ખાડોદરા બની ગયું હતું. નવરાત્રિના દિવસો સુધી વરસાદી માહોલ ચાલુ રહેતા અને ઉઘાડ નહીં નીકળતા રોડ પરના ખાડા પુરી શકાયા ન હતા. અને પેચ વર્ક થઈ શક્યું નહીં. હવે છેલ્લા ઘણા દિવસોથી વડોદરા કોર્પોરેશન દ્વારા પેચ વર્કની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

અત્યાર સુધીમાં પેચ વર્ક કામગીરી પાછળ કોર્પોરેશને બે કરોડનો ખર્ચ કરી નાખ્યો છે. સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષએ આ અંગે જણાવ્યું છે કે વરસાદના વિરામ બાદ અને તહેવારોને ધ્યાનમાં રાખીને આખા શહેરમાં નાનું-મોટું પેચવર્ક ખુબ જ ઝડપથી શરૂ કરી દેવામાં આવ્યું છે. શહેરના ઉત્તર ઝોનમાં 1600 ટન, પૂર્વ ઝોનમાં 2400 ટન પશ્ચિમમાં 1350 ટન અને દક્ષિણ ઝોનમાં 1700 ટન મળીને કુલ બે કરોડના ખર્ચે 7150 ટન ડામર નું મટીરીયલ પેચ વર્ક માટે વાપરવામાં આવ્યું છે. પેચ વર્ક કર્યા બાદ ઉપર ડામરનું પડ ચડાવવા માટેની સિલકોટની કામગીરી કરી દેવાની સૂચના અપાય છે. જ્યાં ચાર રસ્તા અને મોટા જંકશનો છે ત્યાં વ્યવસ્થિત ફેનીંગ કરી પેચ વર્ક ની કામગીરી પણ કરાય છે. જોકે વિરોધ પક્ષ કોંગ્રેસના નેતાએ અગાઉ એવું કહ્યું હતું કે જે રોડ ગેરેન્ટી પિરિયડમાં હોય અને તૂટી ગયા હોય ત્યાં પેચ વર્ક કામગીરી કોર્પોરેશન શા માટે કરે છે? રોડ પરના ખાડા પુરાણ કોન્ટ્રાક્ટરો પાસેથી જ કરાવવું જોઈએ.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here