દાયકાઓ પૂર્વે એન.એ થયેલી સોસાયટીઓમાં હવે પ્લોટ દિઠ લાખોનો માપણી વધારો

0
196

[ad_1]

 ભુજ, શુક્રવાર 

એક સમયે વર્ષો સુાધી કચ્છની ખેતીની જમીનોને માપણી વાધારાનો પ્રશ્ન સતાવતો રહ્યો હતો એમ હવે ભુજ- મિરઝાપર-માધાપરની સંખ્યાબધૃધ કોલોેનીઓ માટે માપણી વાધારાનું ભૂત ફરી ધૂણી રહ્યું છે. અનેક પ્લોટ કે મકાનાધારકોને અડાધો કરોડ રૃપિયા કે એનાથી પણ વધુ રકમ  સરકારમાં જમા કરાવવી પડશે. જો એમ નહીં કરે તો તેમની મિલ્કતના દસ્તાવેજ નહીં થાય તાથા વેંચાણ પણ નહીં થાય .

મળતી માહિતી મુજબ ભુજની જમીન બજારમાં આ પ્રશ્નને કારણે હાલમાં અનેક જમીન માલિકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. સુત્રોમાંથી મળતી વિગતો મુજબ વર્ષો પહેલા તાથા નજીકના ભુતકાળમાં જે જમીન બિનખેતીમાં તબદિલ થઈ હોય તેવી જમીનમાં જે તે સમયે માપણી વાધારો હતો અને તે વખતના ડેવલોપર્સ તેની રકમ ન ભરી હોય તો હવે જે પ્લોટ કે મકાન ધારકો છે તેમના ભાગે આ રકમ ભરવાની આવી છે અને તે પણ મામૂલી નહીં બલ્કે લાખોમાં છે. જેના કારણે લોન પર ઘર બનાવનારા અનેક મધ્યમવર્ગીય પરીવારો મુશ્કેલીમાં મુકાયા છે.  ભુકંપ પહેલા કે પછી એન.એ. થયેલી જમીનો હાલે ભુજમાં પોશ તાથા ક્રિમ વિસ્તાર તેમજ મધ્યમ વિસ્તારમાં આવી ગઈ છે. જેમાં ઘર લેવાનું લોકો સપનું જોતા હોય છે તાથા રહેવામાં ગર્વ અનુભવ કરતા હોય છે. પણ હવે  જ્યારે મિલ્કત વેચાણનો કે ખરીદીનો દસ્તાવેજ કરાવવા જાય છે ત્યારે તેમને કહેવામાં આવે છે કે તમારી આખી કોલોનીનો માપણી વાધારો બાકી છે અને તેમાં તમારા પ્લોટ કે મકાનના ભાગે જ લાખો રૃપિયાની રકમ આવે છે . 

તમે પહેલા ભરો પછી દસ્તાવેજની કામગીરી થશે. સુત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ લોટસ કોલોનીના એક મકાનાધારકને ૫૪ લાખ રૃપિયાનો માપણી વાધારો ભરવાનું કહેવામાં આવ્યું છે. તો કોડકી રોડ પણ આવેલી એક કોલોનીમાં પ્લોટની કિંમત કરતા પણ વધુ રકમનો માપણી વાધારો આવી રહ્યો છે.  અત્યારે જમીન મકાનના વ્યવસાય સાથે સંકળાયેલા મોટાભાગનાઓ પોતાની જમીન આ લપમાં છે કે નહીં તે જાણવાની પળોજણમાં પડી ગયા છે. 

સરકારી તંત્રની બેદરકારીનો લોકો ભોગ બન્યા 

ભુજ તાથા આજુબાજુની  જે  ખેતીની જમીનો ભુતકાળમાં એન.એ. થઈ હતી. તે  સમયે  સંબંિધત સરકારી તંત્રે તેની ફાઈલ પાસ કરી હતી. હવે જ્યારે તેમાં માપણી વાધારો નીકળ્યો  છે ત્યારે સવાલ એ  ઉઠે છે  કે  જે તે અિધકારીએ તે વખતે માપણી વાધારાની રકમ કેમ ન ભરાવી ?  આ તંત્રોમાં કલેકટર કચેરી, જિલ્લા અને તાલુકા પંચાયત, નગર પાલિકાનો પણ સમાવશે થાય છે . દરેક વખતે અલગ અલગ તંત્ર પાસે જમીન એન.એ. કરવાનો અિધકાર હતો. તેવામાં સવાલ એ પણ ઊભો થાય છે કે આ અિધકારીઓ જ શા માટે પોતે કરેલી ભૂલની સજા ન ભોગવે.

અનેક વિસ્તારમાં સોદા ઠપ થઈ ગયા

 ભુજની સંખ્યાબાધ કોલોનીઓ માપણી વાધારાની આ નવી મુસીબતમાં સપડાઈ ચુકી છે. તેને લીધે તે કોલોનીઓમાં હાલ પુરતા જમીન-મકાનના સોદા  ઠપ્પ થઈ ગયા છે. ખરીદનાર એવો આગ્રહ રાખી રહ્યા છે કે વેંચનાર આ રકમ ભરે. વેંચનાર આ લપમાંથી છુટવા માંગે છે. વળી, તે એમ પણ સમજે  છે કે આ તેમની બોનાફાઈડ ભૂલ નાથી. ખરેખર ઠામના ડેવલોપરે આ રકમ જે તે સમયે ભરવી જોઈતી હતી તેણે નાથી ભરી એમાં હાલના માલિકનો શું વાંક ?

ગણ્યા ગાંઠયા ડેવલપરે જ માપણી વધારો ભર્યો છે

ભુજમાં જે તે સમયે જમીનોના કાંઈ ભાવ ન હતા ત્યારે એન.એ કરાવીને પ્લોટ પાડીને વેંચનારા ડેવલોપરે તે સમયે ચણા મમરા જેટલી માપણી વાધારાની રકમ ન ભરીને હાલના ખરીદનારાઓ – રહેવાસીઓને લાખોના ખર્ચના ખાડામાં ઉતારી દિાધા છે. ત્યારે કેટલાક ડેવલોપરે અગમચેતી વાપરીને પોતાના ઠામમાં માપણી  વાધારાની રકમ જે તે સમયે જ ચૂકવી દિાધી હતી. સુત્રોના કહેવા મુજબ મુંદરા રોડ પર આઈયાનગર જેવી કેટલીક કોલોનીમાંઆ પ્રશ્ન ઉદભવ્યો નાથી.

પ્લોટ પર મકાન પણ નથી બનાવી શકતા

સરકારની યાદી મુજબ જે કોલોની કે સોસાયટીમાં માપણી વાધારાનો પ્રશ્ન છે તેની યાદી ભુજ અર્બન વિસ્તાર વિકાસ સત્તામંડળની કચેરી સુાધી પણ પહોંચી છે. તેને લીધે મકાન બનાવવા માંગતા પ્લોટાધારકો પણ આ રકમ ન ભરે ત્યાં સુાધી તેમને મકાન બનાવવાની પરવાનગી ભાડા દ્વારા આપવામાં આવતી નાથી. આ સિનારિયો પાડાના વાંકે પખાલીને ડામ જેવો થયો છે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here