[ad_1]
અમદાવાદ:રાજસ્થાન સેવા સમિતિના હાઈપ્રોફાઈલ ડ્રામામાં ગુજરાત હાઈકોર્ટમાં ચૂંટણી પર સ્ટે આપવાની માગણી કરતી શીતલ અગ્રવાલે આજે કરેલી અરજીનો અસ્વીકાર કરીને ગુજરાત હાઈકોર્ટે પ્રતિપક્ષને માત્ર નોટિસ કાઢીને ૨૩મી નવેમ્બર સુધીમાં જવાબ ફાઈલ કરવા આદેશ કર્યો છે. બીજીતરફ ૫૧ લાખનું ડોનેશન આપનારા ૨૩ ટ્રસ્ટીઓ સંસ્થામાં સક્રિય ન થઈ શકે તે માટે બીજી એક પીટીશન પણ કરવામાં આવી હતી. તેના પર પણ સ્ટે આપવાની હાઈકોર્ટે ના પાડી છે. બંને ઓર્ડર હાઈકોર્ટના ન્યાયમૂર્તિ સંગીતા વિશેને આપ્યા હતા. આમ રાજસ્થાન સેવા સમિતિના વિરોધીઓની બંને પિટીશન આજે નીકળી ગઈ છે. પરિણામે શનિવારે નવો ફણગો ન ફૂટે તો ૩૧મી ઓક્ટોબરે ચૂંટણી યોજાશે અનેે મતદાન પણ થશે.
આ અગાઉ ચૂંટણી કમિશનરની કાર્યવાહી અટકાવીને તેને સ્થાને સ્વતંત્ર ઓબ્ઝર્વરની નિમણૂક કરવાની માગણી કરતી અરજીનો પણ ચેરિટી કમિશનરની કચેરીએ અસ્વીકાર કર્યો હતો. ચૂંટણી અધિકાર ચૂંટણી લડી રહેલા એક ઉમેદવારના સ્વજન હોવાનું જણાવીને આ અરજી કરવામાં આવી હતી. તેથી સ્વતંત્ર ઓબ્ઝર્વરની નિમણૂક કરવાની માગણી કરવામાં આવી હતી. આ માગણીનો ચેરિટી કમિશનરની કચેરીએ અસ્વીકાર કર્યો હતો.
રાજસ્થાન સેવા સમિતિના વર્તમાન બોર્ડનું કહેવું છે કે સંસ્થાએ સ્કૂલના નવીનીકરણ માટે ૨૦૧૭માં નિર્ણય કર્યો તે ઠરાવમાં પી.આર. કાંકરિયા અને શીતલ અગ્રવાલે પણ સહી કરીને સહમતી આપી હતી. પરંતુ ચૂંટણીમાં તેઓ જ તેનો વિવાદ ઊભો કરીને સંસ્થાનું વાતાવરણ ડહોળી રહ્યા છે. રાજસ્થાન સેવા સમિતિના ૨૦૧૭ના ઠરાવ મુજબ જ રાજસ્થાન સેવા સમિતિ સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓના નામકરણ કરવામાં આવી રહ્યા છે. આ બાબતમાં ઠરાવમાં કરવામાં આવેલા નિર્ણયનો રતિભાર પણ ભંગ કરવામાં આવ્યો નથી. તેમણે કહ્યું હતું કે ગુજરાત લૉ સોસાયટીમાં જુદા જુદા વીસથી વધુ કૉલેજ તથા સ્કૂલો ચાલે છે. દરેક સ્કૂલ તથા કૉલેજને અલગ અલગ વ્યક્તિના નામ આપવામાં આવેલા છે. પરંતુ આખી સંસ્થા કે તેના હેઠળ ચાલતા જુદા જુદાં કાલેજ-સ્કૂલ પણ જીએલએસ-ગુજરાત લૉ સોસાયટીનો જ હિસ્સો છે. આમ અલગ અલગ કોર્સ ચલાવતી સંસ્થાને અલગ અલગ નામ આપવામાં આવ્યા છે. પરંતુ સંસ્થાનું નામ માત્ર ગુજરાત લૉ સોસાયટી જ છે. કરોડોના ડોનેશન આપનારાઓને માત્ર વિભાગના નામ આપવામાં આવ્યા છે. રાજસ્થાન હોસ્પિટલમાં પણ આ જ રીતે મોટા દાતાઓના નામ અપાયા છે. અલગ અલગ હોસ્પિટલ અલગ અલગ વ્યક્તિને નામે ચાલે જ છે. આમ જુદી જુદી ૧૩ બીમારીઓ માટે પેટા હોસ્પિટલ્સ ચાલે જ છે. તેમાં દરેક મોટા દાતાઓના નામથી ઓળખાય જ છે. ચત્રભુજ લજપતરાયના નામે પણ અલગ બીમારી માટેની સારવાર થાય જ છે. છતાં હોસ્પિટલ આખી રાજસ્થાન હોસ્પિટલ તરીકે જ ઓળખાય છે.
બીજું, શાળાના મકાન બનાવવા માટેનો ૩૦થી ૩૫ કરોડનો ખર્ચ કાઢવા રૃ. ૫૧ લાખનું ડોનેશન લઈને ૪૧ ટ્રસ્ટીઓને લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તેમાંથી ૩ ટ્રસ્ટીઓની જગ્યા રૃ. ૮.૦૧ કરોડનું દાન આપનાર ગણપત ચૌધરીના પરિવારના સભ્યોને ઠરાવ હેઠળ આ જ આપવામાં આવી હતી. તેમાં પણ હાલના વિરોધીઓની સહી છે. હવે આ જ લોકો અંગત સ્વાર્થ માટે ડખો ઊભો કરી રહ્યા છે. રાજસ્થાન સેવા સમિતિનું કહેવું છે કે રાજસ્થાન હોસ્પિટલના બોર્ડમાં સમિતિના સાત સભ્ય ફરજિયાત આવે જ છે. તેથી રાજસ્થાન હોસ્પિટલના બોર્ડમાં પી.આર. કાંકરિયા અને તેમના સાથીઓની બહુમતી ટકી શકે તેમ નથી. તેથી પોતાનું વર્ચસ જળવાઈ રહે તે માટે રાજસ્થાન સેવા સમિતિની ચૂંટણીમાં અવરોધો ઊભા કરવાના દાવપેચ કરી રહ્યા છે. તેમણે દોઢ વર્ષથી રાજસ્થાન હોસ્પિટલના બોર્ડની પણ મિટિંગ ન બોલાવી હોવાના મૂળમાં તેમની સંપૂર્ણ બહુમતી ન હોવાનું જ કારણ છે.
બંને પેનલને આપવામાં આવેલી હોવાથી ૫૪૬ પ્રોક્સી રદ ઠરી
રાજસ્થાન સેવા સમિતિના ચૂંટણી અધિકારી હિરાચંદ હૂંડિયાને પ્રોક્સી અંગે પૂછતા જણાવ્યું હતું કે કુલ સભ્યની સંખ્યા ૧૪૨૯ છે. તેમાં ૧૪૪૨ પ્રોક્સી આવી હતી. તેમાંથી બંને પેનલના મળીને ૨૭૩ પ્રોક્સી બંને પેનલ એટલ ેકે એકતા પેનલ અને સંસ્કાર પેનલને નામે હોવાથી રદ કરી દેવામાં આવી છે. તેમાં ૬૧૪ પ્રસ્ક્સી વેલીડ ઠરી છે. જેમની પ્રોક્સી વેલીડ ઠરી છે. વ્યક્તિગત રીતે કઈ પેનલની કેટલી પ્રોક્સી રદ થઈ છે તે ગણતરી કરાઈ નથી. તેના મતનો અધિકાર મેળવનારા પોતાની ઇચ્છા મુજબની પેનલના સભ્યોને મત આપી શકશે. જ્યારે જેમની પ્રોક્સી રદ થઈ છે તેઓ રૃબરૃ આવીને મતદાન કરી શકે છે. પ્રોક્સીમાં સહી મેચ ન થતી હોવાથી કે તેમનો રૅકોર્ડ ન હોવાથી તેમના કે.વાય.સી. મંગાવવાની દરખાસ્તને સમયના અભાવે બંને પેનલે નકારી કાઢી હતી. આ પ્રોક્સીને મુદ્દે આજે ફરીએકવાર મોટો હોબાળો થયો હતો.
રાજસ્થાન હોસ્પિટલની ૧૨ જણની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માત્ર એકને જ ફોર્મ આપ્યું
રાજસ્થાન સેવા સમિતિની સાથે રાજસ્થાન હોસ્પિટલની ચૂંટણી પણ જાહેર થઈ ચૂકી છે. આ મામલો પણ કોર્ટમાં પહોંચ્યો છે. આ ચૂંટણી લડવા ઇચ્છતા ઉમેદવારોને ઉમેદવારી નોંધાવવાનું ફોર્મ આપવામાં પણ ગલ્લાતલ્લાં કરવામાં આવી રહ્યા છે. દીપચંદ બાફનાએ આ મુદ્દે ચેરિટી કમિશનરમાં ફરિયાદ કરતાં ચેરિટી કમિશનરના આદેશ બાદ તેમણે માત્ર દીપચંદ બાફનાને જ ફોર્મ આપ્યું હતું. બીજા કોઈને ફોર્મ આપ્યું નહોતું.
[ad_2]
Source link