તમે આદિવાસી શુ કરવાના ભણીને ?તમે ભણશો તો અમારા ઉજળિયાત વર્ગને ત્યાં કામ કોણ કરશે ? જેવા જાતિગત વાક્યો વિદ્યાર્થીઓને ઉચ્ચારતા આજે ગ્રામજનોનો ભારે હોબાળો ,શિક્ષણ અધિકારી અને ટીપીઇઓ પણ સ્થળ ઉપર ધસી આવ્યા આચર્યા ને ફરજ મુક્ત કરવા ની માંગ સાથે વાલી ઓ શાળા માંથી બાળકોને પરત ઘરે લઈ ગયા જ્યાં સુધી વાલીઓની માંગ પૂર્ણ ન થાય ત્યાં સુધી બાળકોને સ્કૂલે મોકલવામાં આવશે નહિ..
વલસાડ તાલુકાના દુલસાડ ખાતે આવેલ મુખ્ય શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતી મહિલા આચાર્ય રેખા બેન બળવંત સિંહ સોલંકી દ્વારા અદિવાસી સમાજમાં બાળકો માટે જાતિ ગત ટિપ્પણી કરતા સમગ્ર બાબતની જાણ વાલીઓ ને કરતા આજે ગામના વાલીઓ ઉશ્કેરાઈ જઈ હોબાળો મચાવ્યો હતો એટલું જ નહીં આચાર્ય ના મનસ્વી વહીવટ મુજબ એસ એમ સી સભ્યો ના નામો પણ બદલી આખી કમિટી કોઈને પણ જાણકારી આપ્યા વિના બદલી નાખી હતી સમગ્ર બાબતે આજે ધોરણ 1 થી 8 ના વાલીઓ ભેગા મળી સ્કૂલ ઉપર હોબાળો કરતા આખરે શિક્ષણ અધિકારી તેમજ ટી પી ઇ ઓ સ્થળ ઉપર ધસી આવ્યા હતા અને આચાર્ય ને સવાલો કરતા આચાર્ય ચુપકીદી સેવી હતી જોકે વાલીઓ એ આક્ષેપ કર્યો કે આચાર્ય એ બાળકો ને એવા શબ્દો ઉચ્ચાર્યા હતા કે તમે આદિવાસી ભણી ને શુ કરવાના?તમે ભણસો તો અમારા ઉજળિયાત ને ત્યાં મજૂરી કામ કોણ કરશે ? ઉપરોક્ત એક જાતિ વિષયક વિવાદિત ટિપ્પણી કરતા વાલીઓ વિફર્યા હતા અને શિક્ષણ આધિકારી ને લેખિત માં ફરિયાદ કરી જેમાં ગામ ના 30 વધુ વાલીઓ એ સહી કરી જણાવ્યું છે કે આચાર્ય ને ફરજ મોકૂફ કરવા માંગ કરી છે
આચર્યા બાબતે ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી એ વાલીઓની ફરિયાદ આવી છે જે બાબતે જરૂરી તપાસ અને નિવેદન લેવામાં આવશે જો કોઈ દોષ જણાય આવે તો કાર્યવાહી કરવામાં આવશે નું ઇન્ચાર્જ શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું
વાલીઓ આજે ઉશ્કેરાઈ જઈ હોબાળો મચાવ્યો હતો અને પોતાના બાળકોને પણ જ્યાં સુધી ટિપ્પણી કરનાર આચાર્ય ની બદલી નહિ થાય ત્યાં સુધી સ્કૂલે નહિ મોકલે એવો મક્કમ મત રજૂ કર્યો હતો
એસ એમ સી કમિટી જે આચાર્ય પાસે દર 6 માસે હિસાબો મંગતા હતા એવા તમામ ને કોઈ પણ ઠરાવ કે એજન્ડા વિના એસ એમ સી ની આખી કમિટી બદલી નાખી મનસ્વી પણે પોતાના વ્યક્તિ ને કમિટી લઈ લીધા હતા જે આજે અધિકારીઓ આવ્યા બાદ સમગ્ર હકીકત બહાર આવતા અધિકારીએ આચાર્ય નો ઉધડો લીધો હતો
હાલ તો સમગ્ર બાબત ને લઈ આદિવાસી સમાજ માં ટિપ્પણી ને લઈ ને ભારે રોષ જોવા મળી રહ્યો છે