ડુંગરા પોલીસ ટીમ દ્વારા એક માઉઝર પીસ્તોલ તથા જીવતા કાર્ટીસ સાથે આરોપીને પકડી પાડતી ડુંગરા પોલીસ ટીમ

0
198

વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રાજદિપસીંહ ઝાલા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક  વાપી વિભાગ વાપીનાઓ દ્વારા જીલ્લામાં બનતા મીલકત સંબંધી તથા શરીર સંબધી ગુના અટકાવવા સુચના આપેલ જે અનુસંધાને ડુંગરા પોલીસ ટીમ પેટ્રોલીંગ માં હતી તે દરમ્યાન એલ.આરપો.કો.પીટુભાઇ નાથાભાઇ નાઓને બાતમી હકીકત મળેલ કે સુભમ ઉર્ફ હેપી સંજય વિશ્વકર્મા ઉ.વ.આ .૨૨ રહે . કરમખલ શાંતીનગર ગ્રાઉન્ડ પાસે સુનિતાદેવી કુસ્વાહાની ચાલમાં તા.વાપી જી.વલસાડ નાની પાસે ગેરકાયદેસરનું એક મેજીન વાળું લોડેડ માઉઝર પીસ્તોલ છે . જે માઉઝરથી આજે સવારના તેણે હરીયા પાર્કની પાછળ આવેલ દમણગંગા ખાડી કિનારે એક રાઉન્ડ ફાયરીંગ પણ કરેલ છે . જે આ માઉઝર પીસ્તોલ વેચવા માટે ગ્રાહકની શોધમાં ડુંગરા દાદરા ચેક પોસ્ટ તરફ આંટા – ફેરા મારે છે જે બાતમી હકીકત આધારે  તપાસ મા હતા તે દરમ્યાન ઉપરોક્ત બાતમી હકીકત વાળા ઇસમને ઝડપી પાડતી ડુંગરા પોલીસ ટીમ અને પકડાયેલ આરોપીના કન્ધા માથી માઉઝર પીસ્તોલ -૧ કિંમત રૂ .૫૦,૦૦૦ / –

( ૨ ) જીવતા કારતુસ -૧ કિંમત રૂ .૧૦૦ / – ( ફૂટેલ કારતુસ -૧ કિંમત રૂ . ૦૦/૦૦ ( જી મોબાઇલ ફોન -૧ કિંમત રૂ .૫૦૦૦ / – મળી કુલ કિંમત રૂા .૫૫,૧૦૦ / – ના મુદ્દામાલ સાથે આરોપી સુભમ ઉર્ફ હેપી સંજય વિશ્વકર્મા ઉ.વ.આ.રર રહે . કરમખલ શાંતીનગર ગ્રાઉન્ડ પાસે સુનિતાદેવી કુસ્વાહાની ચાલમાં તા.વાપી જી.વલસાડ મુળ રહે . ગામ.માંઝાનારાયણ તા . રૂદ્રપુર જી . દેવરીયા યુ.પી. નાઓને પકડી પાડવા માં સફળતા મળેલ છે અને પકડાયેલ ઇસમ વિરૂધ્ધ પો.કો.વિક્રમસીંહ ધનશ્યામસીંહનાઓએ સરકાર તરફે ફરીયાદ આપેલ છે . ઉપરોક્ત કામગીરી મા પો.સ.ઇ.શ્રી જે.એન.સોલંકી તથા અ.હે.કો.જયદિપસીંહ કિશનસીંહ પો.કો.યુવરાજસીંહ નાગભા તથા પો.કો.વિક્રમસીહ ધનશ્યામસીંહ તથા એલ.આર.પો.કો. પીટુભાઇ નાથાભાઇ તથા એલ.આરપો.કો. કપીલદેવ ભુપેન્દ્રકુમાર નાઓ જોડાયેલ હતા 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here