પારડીના ટુકવાડાથી મળી આવેલી બિનવારસી બાળકી 32 દિવસે હોસ્પિટલ માંથી સ્વસ્થ થઈ

0
260

પારડી તાલુકાના ટુકવાડા ગામે અવધ ઉથોપીયાની બાજુમાં આવેલી આંબાવાડીમાં 11 જૂન ના રાત્રિના કાદવ કીચડમાં લથપથ અને કીડીઓના દંશ થી પીડાતી ત્યજી દેવાયેલી બે દિવસથી નવજાત બાળકી મળી આવી હતી. વાડીમાં મજુર કુદરતી હાજતે જતા નવજાત બાળકીનો રડવાનો અવાજ આવતા બાળકી નજરે આવી હતી. અને તેણે આ મામલે પારડી પોલીસને જાણ કરતાં પારડી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.અને આ બાળકીને 108 મારફતે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી આ ઘટનાના અંગે પારડી પોલીસે  ગુન્હો દાખલ કરી બાળકીના વાલી વારસની શોધખોળ હાથ ધરી હતી. બાળકી છેલ્લા 32 દિવસથી વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી. જે સંપૂર્ણ પણે મંગળવારના રોજ સ્વસ્થ થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી છે.. અને આ બાળકીની સાર સંભાળ માટે ચીખલી શિશુવિહાર કેન્દ્રમાં મુકવામાં આવી છે. આ બાળકી વિશે કશી પણ માહિતી હોય તો પોલીસનો સંપર્ક કરવાની અપીલ કરાઈ છે. 
32 દિ ની સારવાર દરમિયાન બાળકી  હોસ્પિટલ  સ્ટાફની લાડકી બની ગઈ હતી. જેને હોસ્પિટલ નો સ્ટાફ સિયા નામની બોલાવતા  થયા હતા. બાળકી સ્વસ્થ થતા રજા આપતા હોસ્પિટલની કેટલીક મહિલા સ્ટાફના આંખોમાં આંસુ સરી પડ્યા હતા.પરંતુ એક માસની થયેલી આ બાળકીની યાદ તેની નિષ્ઠુર જનેતા ને ન આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here