પારડી પોલીસ મથકે ફરજ પર આવ્યા બાદ સૌપ્રથમ રાઇટર તરીકે ફરજ જે બાદ બીટ જમાદાર તરીકે ફરજ બજાવી રહેલા હેડ કોન્ટેબલ કાનજીભાઈ વાળાને આસિસ્ટન પોલીસ સબ ઈન્સ્પેકટર તરીકે પ્રમોશન મળવા પામ્યું છે.જે પ્રોમશન મળતાં બુધવારે પારડી પોલીસ મથકે સાથી પોલીસ કર્મીઓની ઉપસ્થિતિમા સિનિયર PSI બી.એન. ગોહિલે હેડકોન્ટેબલ કાજીવાળાને સોલ્ડર પર એક સ્ટાર ટાઇટલ લગાડી બહુમાન કરીને એએસઆઈ તરીકે પ્રમોશન આપ્યું હતું . પ્રોમશન મળતાં ASI કાનજીવાળાને સાથી પોલિસકર્મીઓએ શુભેચ્છા પાઠવી હતી .