પારડી તાલુકાના ઉમરસાડી ગામે કાંઠા વિસ્તાર માંગેલવાડ ખાતે રહેતા કલ્પેશ માંગેલા અને દિગંત માંગેલા ફિશિંગ માટે તેમના વિસ્તારમાંથી પસાર થઈ દરિયા તરફ જતી કોથર ખાડીમાં નાની હોડી લઈ ગયા હતા. ત્યારે તેમના નજરમાં મહાકાય કાચબો આવ્યો હતો.જે કાચબો ગંભીર રીતે ઘાયલ જણાતા તેઓએ આ અંગે પારડી જીવદયા પ્રમુખ અલી અન્સારી ને જાણ કરી હતી અને જેવોએ જેની જાણ પારડી સામાજિક વનીકરણ વીભાગને કરતા આર.એફ.ઓ સમીર કોંકણીની ટિમ અને જીવદયા ગૃપ ની ટીમ ઉમરસાડી માંગેલવાડ ખાતે પહોંચી હતી.જ્યાં દુર્લભ ગણાતો અને ખાસ ઓરિસ્સાના દરિયા કાંઠે જોવા મળતો ઓલિવ રેડલી જાતિનો કાચબો હોવાની ઓળખ થઈ હતી. આ કાચબાની ડાબી બાજુની એક પાંખ અને એક પગ કપાયેલી હાલતમાં ઇજા ગ્રસ્ત મળતા કાચબાનો આર.એફ.ઓ ની ટીમે કબ્જો લઈ તાત્કાલિક તબીબે પાસે સારવાર કરાવી હતી.
આ મહાકાય કાચબો 50 વર્ષથી વધુ ઉમરનો અને જેની લંબાઈ 32 સે.મી તથા પહોળાઈ 23 સેમી જ્યારેતેનું વજન 20થી 25 કિલો જણાઈ આવી હતી. આ કાચબાની પાંખ અને પગ કપાયેલી હોવાથી તે પાણી માં તરી ન શકવાની શક્યતા ના કારણે સારવાર બાદ હાલ ખડકી નર્સરી ખાતે રાખવામાં આવ્યો છે.અને ડીસી એફ યાદુ ભારદ્વાજની સૂચના મુજબ કાર્યવાહી હાથ ધરી છે.મંજુરી બાદ આ કાચબાને જૂનાગઢ શકરબાગ અથવા અન્ય કોઈ ઝૂ માં મુકવામાં આવશેનું જણાવ્યું છે.