વલસાડના વાંકલ ગામે મરઘાના પાંજરામાં ભોજનની શોધમાં આવેલ અજગર પકડી લેવાયો

0
400

વલસાડ તાલુકાના વાંકલ ગામના જીવી ફળિયામાં રહેતા અજયભાઈ પટેલના ઘરના આંગણે પાળેલા મરઘાના પાંજરામાં શિકારની શોધમાં આવેલો એક અજગર પાંજરામાં દેખાયો હતો અને આ અજગરે એક મરઘીને દબોચી શિકાર કરી તેનું મારણ પણ કરી નાખ્યું હતું આ અજગર મરઘાના પાંજરામાં જોતા તાત્કાલીક ટેલિફોનીક જાણ મુકેશભાઈ વાયાડ ને થતા તેઓ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ ની કામગીરી હાથધરી હતી આ અજગરને એનિમલ સેવિંગ સોસાયટી ઉનાઈ નવસારી ધરમપુર વિભાગના મુકેશભાઈ વાયાડ અને ધર્મેશભાઈ પટેલ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો આ અજગર અંદાજીત 10 ફૂટ લાંબો અને 14 કિલો વજન ધરાવતો હતો અજગર દેખતા આજુબાજુના વિસ્તારોના લોકો મોટી સંખ્યામાં અજગરને જોવા ઉમટી પડ્યા હતા અજગરનું રેસ્ક્યુ કર્યા બાદ મુકેશભાઈ દ્વારા ટેલિફોનીક જાણ ચણવાઈ રેંજ ના આર.એફ.ઓ ને કરવામાં આવી હતી અને અજગરનું રેસ્ક્યુ કર્યા બાદ તેણે ફરીથી એકાંત વાળા જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here