ધરમપુરના ઊંડાણ ના ગામ આવધા ખાતે સામાજિક સંસ્થા દ્વારા વેકસીન અંગે જાગૃતતા કાર્યક્રમ બાદ 69 લોકોએ રસી લીધી
ધરમપુર અને કપરાડા જેવા અંતરિયાળ વિસ્તાર માં આજે પણ કોરોના વેકસીન લેવા અંગે લોકોમાં અનેક પ્રકાર ની ગેર માન્યતા ઓ પ્રવર્તી રહી છે ત્યારે રેમ્બો વોરિયર્સ ધરમપુર અને ઉમિયા સોસીયલ ટ્રસ્ટ ના સહયોગ દ્વારા વેકસીનેશન અંગે લોકો ની ગેર માન્યતા ઓ દૂર થાય
અને લોકો કોરોના જેવી બીમારી થી પોતાનું અને પોતાના પરિવાર નું રક્ષણ કરી શકે એવા ઉમદા હેતુ થી એક વિશેષ કાર્યક્રમ ધરમપુર ના ઊંડાણ ના ગામ આવધા ખાતે યોજાઈ ગયો જેમાં ગામના માજી સરપંચ સહિત અનેક લોકો એ વેકસીન લીધી હતી આવધા ખાતે આવેલ વાંચન કુટીર માં આયોજિત વેકસીન જાગૃતતા કાર્યક્રમ બાદ વિશેષ વેકસીનેસન દ્રાઈવ યોજાઈ જેમાં ગામના સરપંચ સહિત 69 લોકો એ વેકસીન લીધી હતી ઉમિયા સોસીયલ ટ્રસ્ટ અને તેમની સાથે આવેલા તબીબો એ લોકોને સમજ આપી કે વેકસીન એ લોકો નો જીવ બચાવવા માટે છે એટલે કે કોરોના ની ત્રીજી લહેર સામે પોતાનું અને પોતાના પરિવાર નું રક્ષણ મેળવવા વેકસીન જ એક માત્ર વિકલ્પ છે આ કાર્યક્રમ માં આવધા ગામના અનેક લોકો જોડાયા હતા