કપરાડા તાલુકાના વારોલી ગામે ભવનપાડા પાસે આવેલ સાતપુડા ઘાટમાં ટ્રાવેરા કાર નંબર DN09, D1548 અને સ્પેન્ડર બાઈક નંબર GJ15, DJ0778 વચ્ચે સામસામે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રાવેરા કાર દહીંખેડ ગામની અને સ્પેન્ડર બાઈક ઘાણવેરી ગામ તરફની હોવાની જાણવા મળ્યું હતું, જોકે, સ્પેન્ડર બાઈક ઉપર બે વ્યક્તિઓએ સવારી કરી હતી, જેમાં સ્પેન્ડર બાઈક ચાલકનો અકસ્માત થતાં પગ તૂટી ગયો હતો, જેને સારવાર અર્થે તાત્કાલિક 108 મારફતે ધરમપુરની સાંઈનાથ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.