દાદરા અને નગર હવેલી વિસ્તાર માં આવેલ પ્રકૃતિ નું અખૂટ સૌંદર્ય દરેક પ્રવાસી ને આકર્ષે છે ત્યારે શનિ રવિ ની રજાઓ ની મોજ માણવા માટે અનેક સ્થળે થી લોકો આવતા હોય છે સુરત થી એક ખાનગી ટ્રાવેલ્સ ની બસ ભરી ને લોકો રવિવાર ની મોજ માણવા માટે દાદરા અને નગર હવેલી ના કાશ્મીર તરીકે ઓળખવામાં આવતા દૂધની લેક ની સાહેલગાહે આવ્યા હતા
જોકે બપોરે પરત ફરતી વેળાએ બસ ના ચાલકે શેલ્ટી ગોરાત પાડા વળાંક માં સ્ટેરિગ ઉપર નો કાબુ ગુમાવતા બસ રોડ ઉપર થી નીચે ઉતરી ખાઈ માં પલટી હતી જોકે અચાનક બનેલી ઘટના ને પગલે અંદર સવાર તમામ લોકોએ ચીસાચીસ કરી મૂકી હતી અંદર સવાર મુસાફરો પૈકી 9 લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી જેમાં 5 મહિલા અને 4 પુરુષ ને 108 એમ્બ્યુલન્સ થી ખાનવેલ ખાતે ખસેડવામાં આવ્યા જોકે ઇજા પામેલા ઓમાં કાજલ ભાવડીક ડોંગા ,હાંસિકા ગુંદરિયા,પ્રીતિ કકડીયા, સાક્ષી સાવલિયા, મિતાલી જગદીશ પોતરા ને દાખલ કરવામાં આવ્યા છે જ્યારે અન્ય ને સામાન્ય ઈજાઓ થતા સારવાર આપી રજા આપી દેવામાં આવી હતી
જોકે શેલ્ટી ગોરાત પાડા માં બનેલી આઘટના ને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બસમાં સવાર લોકોને બહાર કાઢવામાં મદદ રૂપ બન્યા હતા