વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા જીલ્લા મહિલા મોરચાની કાર્યકર્તા બહેનોની પરિચય બેઠક ભારતીય જનતા પાર્ટી ના ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના ના અધ્યક્ષા ડો. દીપિકાબેન સરડવા ના અધ્યક્ષ સ્થાને અને વલસાડ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ પ્રવિણાબેન પટેલની આગેવાનીમાં, પ્રદેશ મહામંત્રી તૃપ્તિબેન વ્યાસજી, તેમજ ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ ઉષાબેન પટેલ ગુજરાત પ્રદેશ મંત્રી અને વલસાડ જિલ્લા પ્રભારી શીતલબેન સોની, વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારા, ની વિશેષ ઉપસ્થિતિમાં વલસાડ ના મોરારજી દેસાઈ ઓડીટોરીયમ ખાતે બેઠક મળી હતી.
આ તબબકે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કનસારાજી એ જણાવાયું હતું કે દેશ ના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજી ના સફળ નેતૃત્વમાં હેઠળ દેશ ના મંત્રી મંડળ થી લઈ ગ્રામ પંચાયત સ્થળે પણ મહિલાઓ ને ખુબજ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું છે તેમજ આવનારા વાપી નગરપાલિકા ની ચૂંટણીઓ તેમજ વિધાનસભા ની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી ના તમામ મહિલાઓ અત્યાર થી કામે લાગી જવા હાકલ કરી હતી. આ સાથેજ એમણે હાલ ના પ્રદેશ પ્રમુખ અને પેજ પ્રમુખ ના પ્રણેતા માનનીય શ્રી સી.આર.પાટીલ ના કુશળ અને સફળ નેતૃત્વ હેઠળ કોરોના કાળ ના ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલ કામગીરી અંગે વિસ્તૃત માહિતીઓ આપી હતી.
તા તબક્કે પ્રદેશ મોરચાના ના ઉપપ્રમુખ ઉષાબેન પેટલ એ જણાવ્યું હતું કે જેતે સમયે ગુજરાત રાજ્ય ના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ગુજરાત માં અલગથી મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ની વ્યવસ્થા ઉભી કરી મહિલાઓ અને બાળકો પ્રત્યે ની એમની સંવેદના અને લાગણી નો પરિચય કરાવ્યો હતો..
કાર્યકેમમાં ઉપસ્થિત પ્રદેશ મોરચાના મંત્રી અને વલસાડ જિલ્લા ના પ્રભારી શીતલબેન સોની એ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય ના પ્રદેશ પ્રમુખ અને પેજ કમિટી ના પ્રણેતા આદરણીય સી.આર.પાટીલજી ની સૂચના અને માર્ગદર્શન હેઠળ ચાલી રહેલ પેજ કમિટી નું કામ વલસાડ જિલ્લા ના સત્વરે પૂર્ણ કરી આવનારી ચૂંટણીઓ માં વલસાડ મહિલા મોરચો પણ એટલુંજ યોગદાન આપે એવી હાકલ કરી હતી…
કાર્યક્રમ ના ઉપસ્થિત પ્રદેશ મહિલા મોરચાના ના મહામંત્રી તૃપ્તિબેન વ્યાસ દ્વારા વલસાડ જિલ્લા મહિલા મોરચા ની બેહનોને પાર્ટી લક્ષી જરૂરી સૂચનો કર્યા હતા અને આવનારી ચૂંટણીઓ માં સંપૂર્ણ બહુમતી થી ભારતીય જનતા પાર્ટી ના તમામ લોકોને ચૂંટી લાવવા માટે ના સૂચનો કર્યા હતા.
વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના મહિલા મોરચાના ના હોદેદારો અને કાર્યકર્તા બહેનો ના પરિચય કાર્યક્રમ માં ઉપસ્થિત પ્રદેશ મહિલા મોરચાના ના સન્માનીય અધ્યક્ષા ડો. દીપિકાબેન સરડવા એ જણાવ્યું હતું કે હાલે મહિલાઓને ૫૦% અનામત નો લાભ મળી રહયો છે તેમજ ગુજરાત ની સંવેદનશીલ સરકાર માં સરકારી નોકરીઓ માં મહિલાઓને ૩૩% અનામત આપવામાં આવ્યું છે તેમજ જેમ ઘર ચાલવવા માટે ઘરની મહિલાઓનું સશક્ત હોવું જરૂરી છે એજ રીતે દેશ ચલાવવા માટે દેશ ની મહિલાઓનું સશકત અને પગભર થવું ખુબજ જરૂરી છે શ્રીમતી દીપિકાબેન સરડવા એ વધુ માં જણાવ્યું હતું કે હાલે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઇ મોદીજી દ્વારા જે રીતે કેન્દ્ર મંત્રી મંડળ માં મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે એનાથી એ સાબિત થાય છે કે ભારતીય જનતા પાર્ટી મહિલાઓ ના સન્માન વિશે કેટલી ચિંતિત છે તેમજ દેશના વડાપ્રધાનજી ના નેતૃત્વ માં સફળતા પૂર્વક ચાલી રહેલ કેન્દ્ર સરકાર દ્વારા પ્રભુ શ્રી રામ ભગવાન ના અયોધ્યા સ્થિત રામ મંદિર નિર્માણ કાર્ય,કાશ્મીર માં કલમ ૩૭૦ નાબુદી, મુસ્લિમ મહિલાઓ માટે ટ્રીપલ તલાક કાયદા નું ગઠન તેમજ નક્સલવાદ અને આતંકવાદ ઉપર લગામ અંગે ની વિસ્તૃત માહિતીઓ આપી હતી તેમજ પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી સી.આર. પાટીલજી ના અધ્યક્ષ પદ સાંભળવાની સાથે પાર્ટી માં એક નવી ઉર્જા અને ચેતના ની સંચાર થયા હોવાની સાથે તેમની પેજ કમિટી ની રણનીતિ અંગે ની છણાવટ કરી હતી..
આ બેઠકમાં જિલ્લા ભાજપ મહામંત્રીશ્રીઓ શિલ્પેશભાઈ દેસાઈ, કમલેશભાઈ પટેલ, જિલ્લાના સાંસદ ડો.કે.સી.પટેલ, મા.ધારાસભ્ય ભરતભાઈ પટેલ કનુભાઇ દેસાઇ પ્રદેશ કારોબારી સભ્ય સીતાબેન નાયક, ઉપપ્રમુખ જીગીત્સાબેન પટેલ, જીલ્લા મંત્રી હેતલબેન પટેલ, જીલ્લા કોષાધ્યક્ષ રાજેશભાઈ ભાનુશાલી,જિલ્લા ભાજપ મીડીયા કન્વીનરશ્રી દિવ્યેશ કૈલાશનાથ પાંડે,જીલ્લા યુવા મોરચા ના પ્રમુખ સ્નેહિલ દેસાઈ, સોશિયલ મીડીયા ઇન્ચાર્જ શ્રી હિતેશભાઈ સુરતી, જિલ્લાના વિવિધ નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, શ્રીમતિ કિન્નરીબેન પટેલ, શ્રીમતિ જ્યોત્સ્નાબેન દેસાઈ, શ્રીમતિ ચારુશિલા બેન, જીલ્લા ના નગરસેવિકાશ્રીઓ, તાલુકા, જીલ્લા પંચાયતના મહિલા સદસ્યશ્રીઓ, જિલ્લા સંગઠનના હોદ્દેદારો શ્રીઓ, મંડળના મોરચાના પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, મંડળના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં મહિલા બહેનો ઉપસ્થિત રહ્યા હતા, આ પરિચય બેઠક નું સંચાલન જીલ્લા મહિલા મોરચાના મહામંત્રી શ્રીમતિ ગીતાબેન પટેલ દ્રારા કરવામાં આવ્યું હતું જ્યારે આભાર વિધી જીલ્લા મહિલા મોરચાના મહામંત્રી શ્રીમતિ અલ્કાબેન દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું…