વલસાડ શહેર હોય કે ગ્રામ્ય વિસ્તાર ગૌસેવા માટે દિવસ રાત જોયા વિના સતત ખડે પગે સેવા કરનારા અગ્નિવીર ગૌસેવા દલ માં યુવાનો દ્વારા થોડા દિવસ અગાઉ એક નંદી મહારાજ ને હાઇવે ઉપર અજાણ્યા વાહને ટક્કર મારતા તેને સારવાર આપી તેમની જ ગૌ એબ્યુલન્સ માં વલસાડ ગુંદલાવ સ્થિત ગૌશાળા માં મુકવામાં આવ્યા હતા જોકે ગઈ કાલે તેનું મોત થતા તેની અંતિમ ક્રિયા કરવા માટે જ્યારે અગ્નિ વીર ગૌસેવા દલ ના યુવાનો એ વલસાડ પાલિકામાં સંપર્ક કરી અંતિમ વિધિ માટે જણાવ્યું તો પાલિકા ના આધિકારી ઓને ગૌશાળા ઉપર આવવા નું તો દૂર કર્મચારી ઓ એ પણ ફોન ઉપર માત્ર એક કલાક માં આવશું કહી ને વાયદા કર્યા હતા હિન્દૂ ધર્મ માં ગૈસેવા અને ગાય ને માતા તરીકે પૂજન કરવામાં આવતું હોય નંદી મહારાજ ના મોત બાદ અગ્નિવીર ગૌસેવા દળ ના દિનેશભાઇ અને તેમની ટીમ માં યુવાનો એ ભેગા મળી સાંજે 6 વાગ્યા સુધી પાલિકના કર્મચારી ઓ ની રાહ જોઈ પણ કોઈ ન ફરકતા આખરે યુવાનો એ નંદીમહારજ ની અંતિમ વિધિ સન્માન પૂર્વક કરી હતી
અને અગ્નિવીર ગૈસેવા દળના યુવાનો એ જણાવ્યું કે દર વખતે જ્યારે શેહર માં અખલા પાગલ થાય છે કે ગાયો ખાડા માં પડે છે કે કૂવો પડે છે ત્યારે આવા સમયે પાલિકા અને ફાયર ના વ્યક્તિ ઓને માત્ર અગ્નિવીર ગૌસેવા દળ ના યુવનો ની યાદ આવે છે પણ જ્યારે અગ્નિવીર ગૌસેવા દળના યુવાનો મેં પાલિકા તરફ થી સહયોગ ની અપેક્ષા હોય ત્યારે કોઈ આવતું ન હોય એટલે આગામી દિવસ માં હવે અગ્નિવીર ગૌસેવા દળ ના યુવાનો પોતની કામગીરી પડતી મૂકી દેશે ની ચીમકી ઉચ્ચારી છે …