પારડી તાલુકા કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલ ભાવ વધારા અંગે વિરોધ પ્રદર્શન

0
205

મોદી તેરા અજબ ખેલ સસ્તા દારૂ મહેગા તેલ ના લાગ્યા નારા

કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં એક્સાઇઝ ડ્યુટી નો વધારો કરતા છેલ્લા એક અઠવાડિયામાં પેટ્રોલના ભાવો આસમાનને આંબી ગયા છે જેની સીધી અસર સામાન્ય પ્રજા ઉપર પડી રહી છે આ સમગ્ર બાબતને ધ્યાને લઇને વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા પેટ્રોલના ભાવ વધારાનો વિરોધ કરવા માટે તમામ જિલ્લા અને તાલુકા કક્ષાએ આવાહન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત આજે પારડી તાલુકા કોંગ્રેસ દ્વારા બગવાડા ટોલનાકા ઉપર બેનરો અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને નરેન્દ્ર મોદી હાય હાયના નારા લાગ્યા હતા”મોદી તેરા અજબ ખેલ સસ્તા દારૂ મ્હગા તેલ “જેવા સૂત્રોચ્ચાર પણ થયા હતા સાથે સાથે ટોલનાકા નજીકમાં આવેલા પેટ્રોલપંપ ઉપર પારડી તાલુકા કોંગ્રેસના તમામ સભ્યો પેટ્રોલ પંપ ઉપર પહોંચી જઈ નીચે બેસીને સૂત્રોચ્ચાર કર્યા હતા અને જનતાને જણાવ્યું હતું કે મોદી સરકાર સામાન્ય પ્રજાને ઠાલા વચનો આપીને દરેક ક્ષેત્રમાં ગઇ છે જેથી આગામી સમયમાં હવે મોદી સરકારને વોટ આપવા પહેલા વિચારવું જોઈએ નહીં તો હજુ મોંઘવારી આસમાને પહોંચી જશે
આજે આ કાર્યક્રમ દરમિયાન પારડી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મેહુલભાઈ વશી , અનીશ ભાઈ પટેલ કાલે ભાઈ પટેલ જીતેશભાઈ હળપતિ કપિલ ભાઈ પટેલ કાન્તીભાઈ પટેલ ગોપાલભાઈ પટેલ મુકેશભાઈ પટેલ બીપીન ભાઈ પટેલ સહિત અને કોંગ્રેસના કાર્યકરો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here