આવધા અને તેની આસપાસના ગામોના યુવાનો ને કોમ્પ્યુટર અંગેનું પાયાનું શિક્ષણ મળે તેવા હેતુસર શરુ કરાયેલ સાકાર કોમ્પ્યુટર ક્લાસ અંતર્ગત ૩૦ જેટલાં યુવાનોને સી.સી.સી.પરીક્ષા લેવલનું કોમ્પ્યુટર શિક્ષણ કોઈ પણ પ્રકારના ફીની રકમની વસુલાત કર્યા વગર આપવામાં આવશે. અહીંના કોમ્પ્યુટર ક્લાસ માં આવધા ગામના કોમ્પ્યુટર શિક્ષક અજયભાઈ કોમ્પ્યુટર શિક્ષણ આપશે.વધુમાં આ પ્રસંગે કોમ્પ્યુટર ક્ષેત્રનાં નિષ્ણાંત ભવ્યેશભાઈ પટેલનું વિશિષ્ટ પ્રતિભાશાળી વ્યક્તિ તરીકે શાલ ઓઢાડી ને સન્માન કરાયું હતું.જ્યારે રેઈન્બો વોરીયર્સ ધરમપુરનાં કૉ ઓર્ડીનેટર અને આવધા ગામનાં મદદનિશ શિક્ષક શંકરભાઈ પટેલ અને રેઈન્બો વોરીયર્સ ટીમ આવધા ગામના સાકાર કોમ્પ્યુટર ક્લાસ નું સંચાલન કરશે અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડશે.આ પ્રસંગે યુવા આગેવાન વિજયભાઈ દળવી , આવધા પ્રાથમિક શાળા ના હેડ ટીચર પાયલબેન પટેલ વગેરેએ આવધા ગામમાં શરુ કરાયેલ સાકાર કોમ્પ્યુટર ક્લાસ માટે સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ, મુંબઈના હિતેન ભાઈ ભુતા અને તેમની ટીમનો આર્થિક સહયોગ બદલ આભાર વ્યક્ત કરી કોમ્પ્યુટર શિક્ષણ આગામી દિવસોમાં આવધા અને તેની આસપાસના ગામોના યુવાનો માટે નોકરી – ધંધા માટે ખૂબ ઉપયોગી બની રહેશે, તેવી આશા વ્યક્ત કરી હતી.માનનદી કિનારે વસેલું અને સહ્યાદ્રિ પર્વતમાળાની વનૌષધિઓથી ઘેરાયેલું વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના આવધા ગામમાં સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ, મુંબઈ અને સી.જી.એસ.ઈન્ફોટેકના સી.ઈ.ઓ.હિતેનભાઈ ભુતાના આર્થિક સહયોગથી અને રેઈન્બો વોરીયર્સ ધરમપુર સંચાલિત સાકાર કોમ્પ્યુટર ક્લાસનો શુભારંભ ગામના યુવાન અને પહેલાં સરકારી નોકરી કરતા વલ્લભભાઈ વૈજલના વરદ્ હસ.તે કરવામાં આવ્યો.જે પ્રસંગે સામાજિક કાર્યકર જયેશભાઈ પટેલ , મોડેલ સ્કૂલ ,માલનપાડાના આચાર્ય બિપીનભાઈ પટેલ, કપરાડાના આચાર્ય દિનેશભાઈ પટેલ , નાની ઢોલડુંગરી શાળાના મદદનીશ શિક્ષક ડૉ.વિરેન્દ્રભાઈ ગરાસિયા, ગામના સરપંચ , ડેપ્યુટી સરપંચ , ગામના યુવા નેતા વિજયભાઈ દળવી તેમજ ગામના આગેવાનો અને યુવાનો તથા રેઈન્બો વોરીયર્સ ધરમપુરનાં કેતનભાઈ ગરાસિયા, નલિની બેન પાનેરીયા, રાજેશભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.