ધરમપુર તાલુકા પંચાયત ના પ્રમુખ રમીલાબેન ગાંવિત ના અધ્યક્ષ પણા હેટળ રૂ ૪૦.૨૬ કરોડનું પુરાંતવાળું બજેટ યોજાયેલી સામાન્ય સભામા સર્વાનુમતે મંજૂર કરાયું હતું .બજેટમાં કુલ રૂ.૧.૩૩ અબજની આવક સામે રૂ.૧.૩૬ અબજનાં ખર્ચનો અંદાજ દર્શાવવામાં આવ્યો હતો.સભામા મનરેગાનું વર્ષ ૨૦૨૧-૨૨ નું ૩૧.૩૦ કરોડનું બજેટ પણ સર્વાનુમતે મંજૂર કરાયું હતું
ધરમપુર તા.પં.નાં વિપક્ષનાં સભ્ય બાળુંભાઈ સિંધાએ તેઓનાં મત વિસ્તારમાં આવતા ખટાણા ગામે ગત.તા.૨૪-૩-૨૦૨૧ નાં રોજ શ્રમજીવી પરીવાર ધર્મેશ જીવણ પટેલનું મકાન બળી ને ખા ખ થયાનાં બે દિવસ બાદ તેમના પિતા જીવણભાઈનું દેહાંત થર પરીવાર રોડ પર આવી ગયો છે જેથી તેઓ ને તાકીદે સ હાય આપવામાં આવે ની રજૂઆત કરી હતી,
તા.પં.અપક્ષનાં સભ્ય કલ્પેશ પટેલે તેઓનાં વિસ્તારમાં મરઘમાળની દિવ્યાગ મહિલા સાથે અન્યાય થતાં જમીન પર બેસીને વિરોધ દર્શાવી,મહિલા સ્વમાનભેર જીવી શકે તે માટે રોજગારી આપવા,તેમજ વિલ્સ ન હીલ તરફ જતાં માર્ગે જોખમી વ્રુક્ષનાં થડ દુર કરવા,તેઓનાં વિસ્તારનાં રહીશોએ પીવાના પાણી માટે વલખાં મારવાની નોબત આવે તે પહેલા તેઓ નાં મત વિસ્તારમાં આવતા નાની ઢોલ ડુંગરી ,મોટી ઢોલડુંગરી,બામટી, મરઘમાળ,વીરવલ ગામો મળી બંધ હાલતમા પડેલ પાણી ની ટાંકી ચાલુ કરવા, ઉપરાંત શ હેર ની નામાંકિત શાળા નું બંધ કરાયેલ કામ શરૂ કરવા રજૂઆત કરી હતી