કપરાડાના કાકડકોપર ગામે મારુતિ ઈક્કો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો એક નું મોત

0
210

કપરાડા તાલુકાના કાકડકોપર ગામે નેશનલ હાઈવે નંબર 56 ઉપર મારુતિ ઈક્કો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો,  આ ગમખ્વાર અકસ્માતમાં મારુતિ ઈક્કો કારના ચાલકનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જયારે ટ્રક ચાલક ટ્રક મૂકીને ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો

કપરાડા તાલુકાના શીલધા ગામે રહેતા દિનેશભાઈ નીકુળિયા પોતાની ઇકો કાર નંબર GJ15, CJ0546 લઈને વાપી તરફ  વર્ધિ ના પેસેન્જર લેવા માટે જઈ રહ્યા હતા ત્યારે કાકડકોપર નજીકમાં સામેથી પુરપાટ ઝડપે આવી રહેલી એક ટ્રક. ટ્રક નંબર GJ15, AT0843 ચાલકે ઇકો કાર ને જોરદાર ટક્કર મારતા ઇકો કાર ચાલક દિનેશભાઈ નું કારમાં દબાઈ જતા કમકમાટીભર્યું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here