વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં માર્ચ માસ પૂર્ણ થતાની સાથે જ પીવાના પાણીની ગંભીર સમસ્યા ૩૦થી વધુ ગામોમાં ઉદ્ભવે છે જેના કારણે મહિલાઓની મુશ્કેલીમાં વધારો થયો છે કારણ કે પીવાનું પાણી મેળવવું એ કપરાડા તાલુકામાં ઉનાળાના સમયમાં લોઢાના ચણા ચાવવા બરાબર છે કેટલાક ગામની વચ્ચે આવેલા એકમાત્ર હેડ પંપ ઉપર વહેલી પરોઢિયે પાંચ વાગ્યાથી મહિલાઓ પાણી ભરવા માટે બેસી જતી હોય છે જેની પાછળનું કારણ એ છે કે દિવસ દરમિયાન આ હેન્ડ પંપ પાણી નીકળતું નથી પહેલી પરોઢીએ પાણી નીકળે છે પરંતુ તે ખૂબ જ ધીમી ધારે પાણી નીકળતું હોય છે જેથી એક બીડું પાણી મેળવવા માટે મહિલાઓએ કલાકો સુધી લાંબી લાઈનમાં બેસી રહેવું પડે છે જેથી તેઓ નો સમય તો બગડે છે સાથે સાથે પાણી મેળવવા માટે લાબું અંતર પણ કાપવું પડે છે ..આમ કપરાડા તાલુકા માં 30 એવા ગામો છે જ્યાં આજે પણ પીવાના પાણી ની મુશ્કેલી છે સરકાર ભલે કહેતી હોય કે ઘર સે નળ તક પણ અહીં તો ઘર સે જળ તક મેળવવા માટે 5 કિમિ ચાલી ને જવું પડે છે તો બીજી તરફ કલાકો સુધી બેસી રેહવાની ફરજ પડે છે આમ 586 કરોડ ની યોજના તો અમલ માં મુકાઈ છે પણ હજુ એ ક્યારે ચાલુ થશે એ ચોક્કસ કાઈ કહી શકાય નહીં પણ ત્યાં સુધી માં લોકોની પ્યાસ બુઝાવવા માટે સ્થાનિકો એ ક્યાં જવું ?એવા અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે …