કપરાડા સમસ્ત આદિવાસી સમાજ દ્વારા સ્વ. મોહન ભાઈ ના મોત અંગે સી બી આઈ તપાસ ની માંગ સાથે આપ્યું આવેદન પત્ર

0
180

દાદરા નગર હવેલીના લોક લાડીલા અને આદિવાસી સમાજના મસિહા ગણાતા એવા બાહોશ નેતા , યુવાનોના આદર્શ, પ્રેરણા દાયક નેતૃત્વ, અને નિડર
કરનાર એવા લોક સભાના સાંસદ સ્વ. મોહનભાઈ એસ. ડેલકરનું અકલ્પનીય નિધન થયેલ છે.
એમણ આત્મહત્યા કરવા મજબુર કરનારાઓ સામે અને એમને માનસિક દબાણ કે ત્રાસ આપનારાઓને આદિવાસી સમાજ કયારે પણ સાખી નહિ લે. ભારત દેશની મજબુત લોકશાહીને ખોખલી અને ખતમ કરવાવાળા ઈસમોએ અમારા આદિવાસી સમાજને અને ભારત દેશના મૂળ માલિકોને ખતમ કરવાના ષડયંત્ર કરેલ છે. આ
બાબતે આજે આદિવાસી સમાજના અસ્તિત્વ માટે ચિંતાનો વિષય બની ગયેલ છે. જયારે જયારે આદિવાસી
સમાજમાંથી કોઈ પ્રબળ નેતૃત્વ કરતા હોય ત્યારે આવા બાહોશ અને બાહુબલી જેવા લીડરોને ષડયંત્ર કરી ખતમ કરી નાંખવામાં આવે છે. એમાના અમારા લોકલાડીલા નેતા દાદરા નગર હવેલીમાં સતત સાત વખત લોકસભાનું નેતૃત્વ કરવા લોકોએ એમને સાંસદ તરીકે ચૂંટીને મોકલ્યા હતા. એવા આદિવાસી સમાજના યોદ્ધા આ રીતનું આત્મહત્યા કરવાનું પગલું ભરે એ વાત તદન અલ્કય અને વાહીયાત ઘટના છે. માટે આ દેશના આદિવાસી સમાજનું સંપૂર્ણ પણે રક્ષણ કરવાની જવાબદારી આપની હોવાના નાતે આ બાબતની સંપૂર્ણ પણે સી.બી.આઈ. તપાસ કરવા માટે સમસ્ત આદિવાસી સમાજ, કપરાડા આપની પાસે માંગ કરે છે. સાથે અમારા આદિવાસી
સમાજની લાગણી અને માંગણી પણ છે. અને જો નિષ્પક્ષ સી.બી.આઈ. તપાસ ન કરવામાં આવે તો સમગ્ર આદિવાસી સમાજ રાજય વ્યાપી આંદોલન કરશે અને તેના માટે સરકાર જવાબદાર રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here