દાદરા અને નગર હવેલીના સાંસદ ને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ સુખાલા સાઈધામ ખાતે યોજાયો અનેક અગ્રણીઓ ભાવુક બન્યા

0
221

આદિવાસી નેતા અને દાદરા અને નગર હવેલી ના સતત સાત ટર્મ સુધી સાંસદ તરીકે ચૂંટાઈ આવી ને પ્રજાના સાચા પ્રતિનિધિ તરીકે ની કામગીરી કરી લોક ચાહના મેળવી હતી ત્યારે ગત રોજ મુંબઈ ની એક હોટલ માંથી તેમની લાશ મળી આવી હતી જેમના મોત ને લઈ પરિવાર સહિત અનેક પ્રતિનિધિઓ માનવા તૈયાર નથી કે તેઓ આત્મહત્યા જેવું પગલું ભરી શકે ..આજે કપરાડા તાલુકાના સુખાલા ગામે સાઈધામ ખાતે શ્રદ્ધાંજલિ સભા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્ડલ પ્રજ્વલિત કરી મૌન પાળી સ્વ.મોહન ભાઈ ડેલકર ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી  આ પ્રસંગે બરજુલ ભાઈના પુત્ર વસંત ભાઈ એ જણાવ્યું કે તેઓ એક આદિવાસી ઓના હક્ક અને ફરક અને યુવાનો ને નોકરી અપાવવા માટે સતત પ્રયત્નશીલ રહેનાર વ્યક્તિ હતા તેમની દીર્ઘ દ્રષ્ટિ દ્વારા આદિવાસી સમાજ ના યુવાનો ને રોજગારી મળી અને ઇન્ડસ્ટ્રીઝ ઓ પ્રદેશ માં આવી ..મોટાપોઢા ના મંગુભાઇ એ જણાવ્યું કે મન ક્યારે માની નહિ શકે કે દરેક મોરચે હક્ક અને અધિકાર માટે ટક્કર આપનાર વ્યક્તિ આ પગલુ ભરી શકે સમસ્ત આદિવાસી સમાજના અગ્રણીઓએ જણાવ્યું કે માત્ર દાદરા અને નગર હવેલી પ્રદેશમાં જ નહીં પરંતુ તેઓ ગુજરાતના પણ જમાઈ કરતા હતા અને તેમનો જોમ જુસ્સો તેમજ રાજનીતિના દાવ પેચો ગુજરાતના યુવાનોમાં પણ છે અને તેને બહાર લાવવાની જરૂર છે ગુજરાતમાં યુવાનોને રાજનીતિમાં લાવી સ્વર્ગીય સાંસદ મોહનભાઇ પટેલ જેવા ઉચ્ચ વિચારો ના બીજ તેમનામાં રોકવાની જરૂર છે સાથે જ તેમણે મોહનભાઈ ડેલકરને આદિવાસી સમાજના ઉચ્ચ કોટિના નેતા તેમજ હક અને અધિકાર માટે સદા લડત ચલાવનાર નિષ્પક્ષ નેતા હોવાનું જણાવ્યું જ્યારે આ પ્રસંગે સ્વર્ગીય સાંસદ મોહનભાઇ પટેલ કરના સાળા પ્રકાશભાઈ પટેલે જણાવ્યું કે દિલ પરિવાર ઉપર આવી પડેલી આ વિપતની સ્થિતિમાં સંઘ પ્રદેશના લોકો તેમની સાથે છે જ સાથે ગુજરાતના જમાઈ હોવાને નાતે ગુજરાતના લોકો પણ તેમની હંમેશા પડખે રહે તેમણે કહ્યું કે તેમનો ભાણેજ અભિનવ ક્યારે પણ એકલો પડી શકે નહીં તેમના મામા અને ગુજરાતના લોકો સદા તેની પડખે રહેશે તો આ પ્રસંગે સુખાલા ગામથી હાલમાં જ રાજનીતિમાં પ્રવેશ કરનાર યુવા ઉમેદવાર કુંજાલી પટેલે ભાવુક થઈને કહ્યું કે તેમની પાસે સ્વર્ગીય મોહનભાઈ માટે કોઈ પણ શબ્દ નથી અને તેઓ આવું પગલું ભરી જ નહીં શકે આમ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ દરમિયાન અનેક લોકોએ શબ્દો દ્વારા પુષ્પો દ્વારા અને મીણબત્તી પ્રજ્વલિત કરી તેમની આત્માને શાંતિ મળે તે હેતુથી બે મિનીટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here