ધરમપુર ખેરગામ રોડ ઉપર ભૈરવી નજીક સાયકલ સવાર ને ટેમ્પોએ અડફતે લેતા મોત

0
265

ધરમપુર ખેરગામ રોડ ઉપર આવેલ ભેરવી ગામે એક  સાયકલ સવાર ને  મમઅડફતે લેતા સારવાર દરમ્યાન ધરમપુર સ્ટેટ હોસ્પિટલ માં કરુણ મોત નીપજ્યું હતું આ સમગ્ર ઘટના સીસી ટીવીમાં કેદ થઈ હતી 
ધરમપુર ખેરગામ રોડ ઉપર આવેલ લક્ષ્મી પેટ્રોલ પમ્પ નજીક ગત તારીખ 15 ના રોજ સવારે સાયકલ ઉપર પેટ્રોલપમ્પ ઉપર ફરજ બજાવતા ગુલાબ ભાઈ ભીખા ભાઈ પટેલ જેઓ ભૈરવી ગામે ઝરા ફળીયા ના રહીશ છે તેઓ પોતાની સાયકલ લઈ આવી રહ્યા હતા ત્યારે પાછળ થી પુરપાટ ઝડપે આવીરહેલ એક કાલમુખી ટેમ્પો એ સાયકલ સવાર ગુલાબ ભાઈ પટેલ ને ટક્કર મારતા ગુલાબ ભાઈ રોડ ઉપર ફંગોળાઈ ને પડતા ગંભીર ઈજાઓ થઈ હતી તેમને સારવાર માટે ધરમપુર સ્ટેટ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન ગંભીર ઈજાઓ ને પગલે તેમણે દમ તોડ્યો હતો ઘટના બન્યા બાદ ટ્રક ચલાક ફરાર થઈ ગયો હતો 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here